શોધખોળ કરો
INDvAUS: ‘બોક્સિંગ ડે ટેસ્ટ’માં કોહલી પાસે છે આ બે મોટા રેકોર્ડ બનાવવાની તક, જાણો વિગત
1/3

બીજી રસપ્રદ વાત એ છે કે કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે. કોહલી 2018માં 2653 રન બનાવી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 2005ના કેલેન્ડર વર્ષમાં તમામ ફોર્મેટમાં મળી 2833 રન નોંધાવ્યા હતા. જો કોહલી મેલબોર્ન ટેસ્ટમાં 181 રન બનાવશે તો આ રેકોર્ડ પણ તેના નામે નોંધાવી દેશે.
2/3

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 1998ના કેલેન્ડર વર્ષમાં 12 સદી ફટકારી હતી. કોહલી ચાલુ વર્ષે 11 સદી ફટકારી ચુક્યો છે. જે તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક સદી ફટકારશે તો સચિનના રેકોર્ડની બરોબરી કરી લેશે. કોહલી ટેસ્ટની બંને ઈનિંગમાં સદી મારવામાં સફળ રહેશે તો સચિનનો રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લેશે.
Published at : 24 Dec 2018 03:37 PM (IST)
View More





















