શોધખોળ કરો
Advertisement
INDvBAN: હાર્દિક પંડ્યા જેવો આ વિસ્ફોટક બેટ્સમેન આજની મેચમાં કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગતે
કેપ્ટન રોહિત શર્મા મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ માટે તક આપી શકે છે. રોહિતે મેચ પહેલા આ વાતના સંકેત આપી દીધાં છે.
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ આજે દિલ્હીમાં રમાશે. ટીમ ઈન્ડિયામાં સતત યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. એવામાં કેપ્ટન રોહિત શર્મા મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ માટે તક આપી શકે છે. રોહિતે મેચ પહેલા આ વાતના સંકેત આપી દીધાં છે.
રોહિતે કહ્યું કે, “ટીમમાં ઘણા સારા વિકલ્પો છે. આપણે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ જેથી તેની રમત વિશે જાણી શકાય. જો કે, મને લાગે છે કે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થોડો ફરક હોય છે અને બન્નેમાં અલગ પડકાર હોય છે. ”
રોહિતે શર્માએ કહ્યું, શિવમ દુબે એવો ખિલાડી છે, જેને પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. તેમણે કહ્યું, દરવાજા બધા માટે ખુલ્લા છે. કોઈ પણ ગમે ત્યારે આવીને રમી શકે છે. તે સિવાય રોહિતે કહ્યું ટીમ મેનેજમેન્ટ વિકેટકપીર બેટ્સમને ઋષભ પંતને પર્યાપ્ત તક આપશે. આ સીરિઝ માટે ભારતીય ટીમમાં રિષભ પંત અને સંજુ સેમસનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
26 વર્ષીય ઓલરાઉન્ડર શિવમ દુબે ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ પસંદ કરાવામાં આવ્યો છે. ડાબોડી બેટ્સમેન શિવમે વિસ્ફોટક બેટિંગ માટે પણ ઓળખાય છે. તેણે રણજી ટ્રોફીમાં એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. શિવમ જે રીતે છગ્ગા ફટકારે છે તેમાં યુવરાજની ઝલક જોવા મળે છે.Chahal TV ????????returns with Mumbai Boys - Shreyas & Shivam In this fun segment, @yuzi_chahal speaks with @ShreyasIyer15 on Shivam Dube’s maiden T20I call-up and his foray into @IPL - feature by @28anand Full video ▶️▶️ https://t.co/YUaNHZ5XYB #TeamIndia pic.twitter.com/uCIIz5qKnY
— BCCI (@BCCI) November 2, 2019
શિવમ દુબેને વેસ્ટઇન્ડિઝ એ અને દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવા પર ટીમમાં સ્થાન મળ્યું છે. શિવમે હાલમાંજ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા કર્ણાટક સામે 118 રનની ઇનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 10 સિક્સ ફટકાર્યા હતા સાથે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ પણ ઝડપી હતી. શિવમ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 16 મેચ રમી ચુક્યો છે અને 1012 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 સદી અને 7 અડધી સદી નોંધાવી છે. તેની સાથે 40 વિકેટ પણ ઝડપી છે. શિવમ તે સમયે પ્રથમવાર ચર્ચામા આવ્યો હતો જ્યારે તેણે છેલ્લી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.20 seconds of Shivam Dube ???????????????? #TeamIndia ???????????????? #INDvBAN @Paytm pic.twitter.com/yWiVUpDQ8f
— BCCI (@BCCI) November 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement