શોધખોળ કરો
Advertisement
12 વર્ષની ઉંમરે મજૂરી કરી ક્રિકેટ એકેડમી બનાવનાર આ ખેલાડી બન્યો U19 World Cupનો નંબર 1 બોલર!
બાળપણમાં રવિ પોતાના મોટા ભાઈ સાથે દરરોજ ક્રિકેટ રમતો હતો પણ તે એ વાતનું પણ ધ્યાન રાખતો હતો કે પોતાના પિતા સ્કૂલથી પરત ફરતા પહેલા પાછો આવી જાય.
નવી દિલ્હીઃ પોચેસ્ટ્રમમાં રમાયેલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભાગરની બાંગ્લાદેશ સામે હાર થઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે કહ્યું હતું. ભારતીય ટીમ માટે યશશ્વી જયસવાલે 88 તિલક વર્માના 38 ઉપરાંત કોઈ અન્ય બેટ્સમેન વિકેટ પર ટકી ન શક્યો.
બાંગ્લાદેશની વાત કરીએ તો ટીમે શરૂઆતમાં પ્રથમ વિકેટે માટે 50 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ રવિ બિશ્નોઈની ફીરકીને કારણે ભારત માટે મેચમાં વાપસીની આશા જાગી હતી. બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી ચાર વિકેટ ઝડપી હતી. તેની બોલિંગની જ કમાલ હતી કે જેના કારણે બાંગ્લાદેશની એક સમયે 6 વિકેટ પર 102 રનનો સ્કોર પર પહોંચાડી દીધો હતો. પરંતુ અહીં કેપ્ટન અકબર અલી અને રિટાયર્ડ હર્ટ થઈને મેદાનથી બહાર ગયા બાદ પરત ફરેલ પરવેજ હસન ઇમાને બાંગ્લાદેશ માટે 41 રનની મહત્વ પૂર્ણ ભાગેદારી કરી. બિશ્નોઈએ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 17 વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે, રવિ બિશ્નોઇને આ પહેલા આઈપીએલ (IPL)માં બે કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે તેના માટે બધુ આટલું આસાન ન હતું. જોધપુરમાં પોતાના પરિવાર સાથે રહેનાર રવિ બિશ્નોઈની ક્રિકેટ સફર રમવાથી નહીં પણ એકેડમી બનાવવાથી શરુ થઈ હતી. તેણે વર્લ્ડ કપમાં 3 મેચમાં 10 વિકેટ ઝડપી છે.
બાળપણમાં રવિ પોતાના મોટા ભાઈ સાથે દરરોજ ક્રિકેટ રમતો હતો પણ તે એ વાતનું પણ ધ્યાન રાખતો હતો કે પોતાના પિતા સ્કૂલથી પરત ફરતા પહેલા પાછો આવી જાય. રવિના પિતા સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. રવિ જેવા બાળકો માટે જોધપુરમાં શાહરુખ પઠાણ અને પ્રદ્યોત સિંહ નામના બે મિત્રોએ એકેડમી ખોલવાનો નિર્ણય કર્યો હતો. તેમની પાસે આમ કરવા માટે વધારે પૈસા ન હતા. આમ છતા તેમણે કોઈ રીતે એકેડમી બનાવવાનો નિર્ણય કર્યો હતો.
રૂપિયા ઓછો હોવાને કારણે જાતે જ મજુરી કામ કરવાનું શરૂ કર્યું. રવિ પણ આ કામમાં જોડાયો હતો. મજુરીથી રૂપિયાની જે બચત થતી હતી તેમાંથી એક્સપર્ટ્સને બોલાવીને પિચ તૈયાર કરવામાં આવી હતી. રવિએ ઇએસપીએન ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે છ મહિના મારા માટે ઘણા મુશ્કેલ હતા. હું ઘણી મહેનત કરતો હતો, એ પણ જાણતો ન હતો કે તે આનો ફાયદો મળશે કે નહીં. એકેડમી તૈયાર થઈ અને ત્યાંથી મારા ક્રિકેટની અસલી સફર શરુ થઈ હતી.
જોકે શરૂઆતમાં રવિ રાજસ્થાનની અંડર-16 અને અંડર -19 ટ્રાયલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે અંડર-19 માટે બીજી વખત ટ્રાયલ આપી હતી અને આ વખતે સફળ રહ્યો હતો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે વીનુ માંકડ ટ્રોફીમાં રાજસ્થાન તરફથી ડેબ્યૂ કર્યું હતું અને પછી પાછા ફરીને જોયું નથી. આ પછી ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું અને વર્લ્ડ કપની ટીમનો ભાગ બન્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement