India vs England 2021: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ જાહેર કરી ટીમ ઇન્ડિયાની નવી ફૂલ સ્ક્વૉડ, કયા નવા ખેલાડીઓને મળ્યુ સ્થાન, જાણો વિગતે
હવે ટીમ ઇન્ડિયાની અપડેટેડ સ્ક્વૉડને બીસીસીઆઇએ જાહેર કરી છે. આ સ્ક્વૉડમાંથી ઇજાગ્રસ્ત ખેલાડીઓ બહાર છે, અને એક્સ્ટ્રા ખેલાડી તરીકે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને સામેલ કરવામા આવ્યા છે.
India vs England 2021: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ આગામી દિવસોમાં શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓની ઇજાથી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કેટલાક ખેલાડીઓને ઇજા અને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ઇંગ્લેન્ડ પહોંચેલી વિરાટ કોહીલની ટીમે બીસીસીઆઇએ પાસેથી એકસ્ટ્રા ખેલાડીઓની માંગણી કરી હતી, હવે બીસીસીઆઇએ તે અપીલને સ્વીકારતા બે ખેલાડીઓને ઇંગ્લેન્ડ મોકલવા રાજી થઇ ગયુ છે.
હવે ટીમ ઇન્ડિયાની અપડેટેડ સ્ક્વૉડને બીસીસીઆઇએ જાહેર કરી છે. આ સ્ક્વૉડમાંથી ઇજાગ્રસ્ત ખેલાડીઓ બહાર છે, અને એક્સ્ટ્રા ખેલાડી તરીકે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને સામેલ કરવામા આવ્યા છે. ખાસ વાત છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ બાદ શુભમન ગીલને ઇજા થઇ હતી, અને બાદમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન વૉશિંગટન સુંદર અને આવેશ ખાનને ઇજા પહોંચી હતી.
ટીમ ઇન્ડિયાની અપડેટેડ સ્ક્વૉડ-
ભારતીય અપડેટેડ સ્ક્વૉડ-
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (વાઇસ-કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્રા જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિમન્યૂ ઇશ્વરન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ.
સ્ટેન્ડ બાય પ્લેયર- પ્રસિદ્ધ ક્રિષ્ણા, અરજન નાગવાસવાલા.
ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ-
- પ્રથમ ટેસ્ટ મેચ, 4 થી 8 ઓગસ્ટ 2021, નૉટિંઘમમાં બપોરે 3.00 વાગે.
- બીજી ટેસ્ટ મેચ, 12 થી 16 ઓગસ્ટ 2021, લંડનમાં, બપોરે 3.00 વાગે.
- ત્રીજી ટેસ્ટ મેચ, 25 થી 29 ઓગસ્ટ 2021, લીડ્સમાં, બપોરે 3.00 વાગે.
- ચોથી ટેસ્ટ મેચ, 2 થી 6 સપ્ટેમ્બર 2021, લંડનમાં, બપોરે 3.00 વાગે.
- પાંચમી ટેસ્ટ મેચ, 10 થી 14 સપ્ટેમ્બર 2021, માન્ચેસ્ટરમાં, બપોરે 3.00 વાગે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રૉટોકોલના કારણે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવો આસાન નથી. ઇંગ્લેન્ડ સરકારે ભારતને રેડ કેટેગરીમાં મુક્યુ છે એટલે કોઇપણ ભારતીયને ઇંગ્લેન્ડમાં એકદમ સખત ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડે છે.