શોધખોળ કરો
IND vs ENG: ભારતને ચોથો ફટકો, સુરેશ રૈના 27 રને આઉટ

કાર્ડિક: ટીમ ઈન્ડિયા અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો બીજો મુકાબલો કાર્ડિકના સોફિયા ગાર્ડન્સમાં રમાઈ રહ્યો છે. ઈગ્લેંડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 13 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 82 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ થઈ હતી. ભારતને પ્રથમ ફટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત શર્મા માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન પણ 10 રન બનાવી આઉટ થયો, જ્યારે કે એલ રાહુલ પણ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. સુરેશ રૈના 27 રન બનાવી આઉટ થયો હતો.
વધુ વાંચો





















