શોધખોળ કરો
India vs England: ભારતને લાગ્યો મોટો ઝાટકો, અંતિમ બે ટેસ્ટમાંથી બહાર થયો ઇન્ડિયાનો આ મોટો ખેલાડી
1/3

જોકે આ પ્રવાસમાં ભારતની સમસ્યા બોલિંગ નહીં પણ બેટિંગ રહી છે. ભારતના બેટ્સમેનો બન્ને ટેસ્ટમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે. વિરાટ કોહલીને છોડી દેવામાં આવે તો બીજા બેટ્સમેનો માંડ માંડ પિચ પર ટકી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો 31 રને પરાજય થયો હતો અને બીજી ટેસ્ટ ઇનિંગ્સ અને 159 રને ગુમાવી હતી.
2/3

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભુવનેશ્વર હુજુ પણ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યો છે. સુત્રોના મતે હજુ તે સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. બીસીસીઆઈ શરૂઆતની ત્રણ ટેસ્ટની જાહેરાત સમયે આશા વ્યક્ત કરી હતી કે ભુવનેશ્વર અંતિમ બે ટેસ્ટમાં ફિટ થઈ જશે પણ તે શક્ય ન બન્યું.
Published at : 18 Aug 2018 11:57 AM (IST)
View More





















