(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાંથી આ સ્ટાર બેટ્સમેનને કાઢી મુકાશે, તેની જગ્યાએ આવશે આ ખાસ ખેલાડી, જાણો વિગતે.....
શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાંથી બહાર થઇ શકે છે. પહેલા એવા સમાચાર આવી રહ્યાં હતા કે શુભમન ગીલ ઇજાગ્રસ્ત હોવાના કારણે ટેસ્ટ સીરીઝની શરૂઆતી મેચોમાં નહીં રમી શકે, પરંતુ બીસીસીઆઇ જલ્દી જ શુભમન ગીલના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી શકે છે.
શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે અભિમન્યૂ ઇશ્વરનનુ નામ સામે આવી રહ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઇશ્વરનને બીસીસીઆઇ જલ્દી ઇંગ્લેન્ડ મોકલી શકે છે. અભિમન્યૂ ઇશ્વવરનને ઇંગ્લેન્ડ સીરીઝ માટે રિઝર્વ ખેલાડીમાં રાખવામાં આવ્યો છે.
શુભમન ગીલની ઇજા વિશે હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી, એ સ્પષ્ટ થઇ ગયુ છે કે શુભમન ગીલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ ઇજાગ્રસ્ત થયો છે. એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે શુભમન ગીલને ટેસ્ટ સીરીઝથી પહેલા ઓપરેશન કરાવવાની જરૂર છે કે નથી.
ગંભીર છે શુભમન ગીલની ઇજા-
શુભમન ગીલની ઇજાને ગંભીર બતાવવામાં આવી રહી છે, બીસીસીઆઇના એક અધિકારીએ નામ ના લેવાની શરત પર કહ્યું- શુભમનને આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર હોવાની સંભાવના છે જોકે હજુ આમાં એક મહિનાનો સમય છે. અમને જેટલી ખબર છે ઇજા ગંભીર છે.
માનવામાં આવી રહ્યું છે કે ગીલની પિંડલી -પગની નીચેના ભાગમાં ઇજા છે કે તેને હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને સાજા થવામાં સમય લાગશે. એ સ્પષ્ટ નથી કે તેને ક્યારે ઇજા થઇ. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનર બેટ્સમેન છે. ઇશ્વરન પણ રિઝર્વ ખેલાડીમાં સામેલ છે, અને ગીલને બહાર થવાની સ્થિતિામાં બીસીસીઆઇ તેમના નામ પર પણ વિચાર કરી શકે છે.
રોહિત શર્મા હાલ ઇન્ડિયાના ફર્સ્ટ ચૉઇસ ઓપનર છે. શુભમન ગીલના બહાર થવાની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા મયંક અગ્રવાલને મોકો આપી શકે છે, આ ઉપરાંત ચેતેશ્વર પુજારાને પણ બીજા ઓપનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.