શોધખોળ કરો
ભારતે T20માં મેળવી સૌથી મોટી જીત, આયરલેન્ડને 143 રને હરાવી 2-0થી જીતી સીરીઝ
1/5

આયરલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા હતા. ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિક અને શિખર ધવનની જગ્યાએ લોકેશ રાહુલને તક આપવામાં આવી હતી. જ્યારે બોલિંગ અટેકમાં ભુવનેશ્વર કુમાર અને બુમરાહની જગ્યાએ સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવને જગ્યા મળી હતી.
2/5

ભારત તરફથી પહેલા બેટિંગ કરતા લોકેશ રાહુલે 36 બોલમાં 70 રન, સુરેશ રૈનાએ 45 બોલમાં 69 રન કર્યા. કેપ્ટન કોહલી માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રોહિત શર્મા શૂન્ય, મનિસ પાંડે 21 અને હાર્દિક પંડ્યા 32 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવી આયરલેન્ડની ટીમને 214 રનનો ટારગેટ આપ્યો હતો.
Published at : 30 Jun 2018 07:22 AM (IST)
View More





















