આજની મેચમાં થશે આ ચમત્કાર તો ટીમ ઇન્ડિયાને મળશે ઐતિહાસિક જીત, જાણી લો શું છે..........
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટૉસ મહત્વનો સાબિત થશે, કેમ કે આજ સુધી આ ટી20 વર્લ્ડકપમાં જે પણ ટીમ ટૉસ જીતી છે તે મેચ જીતી છે.
T20 Worlc Cup: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે કરો યા મરોનો જંગ જામશે, ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની આજે જીત મહત્વની છે, જો હારશે તે લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે, અને જીતશે તો સેમિ ફાઇનલ માટેનો રસ્તો ખુલ્લો થઇ જશે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ સામેના આંકાડા ડરાવી રહ્યાં છે. ભારત છેલ્લા 18 વર્ષોથી આઇસીસી ઇવેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીતી નથી શક્યુ. ચોંકાવનારી વાત એ છે કે 2019નો વનડે વર્લ્ડકપ અને ત્યાબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.
ટૉસ જીતશે તો મેચ જીતશે -
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટૉસ મહત્વનો સાબિત થશે, કેમ કે આજ સુધી આ ટી20 વર્લ્ડકપમાં જે પણ ટીમ ટૉસ જીતી છે તે મેચ જીતી છે. ભારત આજે જો ટૉસ જીતે છે તે જીતવાનો પુરેપુરા ચાન્સીસ રહેશે. અત્યાર સુધી સુપર 12 મેચોમાં 9 મેચોમાંથી 8 વાર એવુ થયુ છે કે ટૉસ જીતનારી ટીમ જ જીતી છે. જોકે, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની મેચમાં અલગ પરિણામ આવ્યુ છે.
ભારતીય ઓપનરોનુ ફોર્મ-
ભારતીય ઓપનરોનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પાકિસ્તાન સામે રોહિત શર્મા અને કેએલ રાહુલ બન્ને નિષ્ફળ રહ્યાં હતા અને ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. આજની મેચમાં રોહિત, રાહુલ ઉપરાંત કોહલી, પંત પર પણ ભાર રહેશે.
શરૂઆતી વિકેટો-
ભારતીય બૉલરોએ ફોર્મમાં આવીને કિવી બેટ્સમેનોને શરૂઆતમાં આઉટ કરીને વિકેટો ઝડપવી પડશે. પાકિસ્તાન સામે ભારતીય બૉલરો એકદમ નિરસ અને નિષ્ફળ દેખાયા હતા, દરેક લાઇન અને લેન્થમાં બૉલિંગ કરવી પડશે.
સ્પીનરોએ કરવો પડશે કમાલ
ટી20 વર્લ્ડકપમાં ભારતીય સ્પીનરોએ ખાસ કઇ કમાલ નથી બતાવ્યો, કિવી બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવીને રોકવા પડશે. અત્યાર સુધી અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સ્પીનરોએ આ ટૂર્નામેન્ટમાં જોરદાર છાપ છોડી છે.