શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડ
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને શાનદાર બેટિંગ કરતાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. વરસાદના કારણે 59.1 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 રન ( 12 ચોગ્ગા અને 5 છગ્ગા) તથા મયંક અગ્રવાલ 84 રન (11 ચોગ્ગા અને બે છગ્ગા) બનાવી રમતમાં હતા.
વિશાખાપટ્ટનમઃ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને શાનદાર બેટિંગ કરતાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. વરસાદના કારણે 59.1 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 રન ( 12 ચોગ્ગા અને 5 છગ્ગા) તથા મયંક અગ્રવાલ 84 રન (11 ચોગ્ગા અને બે છગ્ગા) બનાવી રમતમાં હતા.
ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માની ભારતીય જમીન પર સરેરાશ 98.22ની થઈ ગઈ છે. આ સાથે જ તેમે બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. ટેસ્ટમાં 99.9ની સરેરાશ ધરાવતા બ્રેડમેનની ઘરઆંગણે સરેરાશ 98.22ની હતી. રોહિત શર્માએ ભારતમાં 10 ટેસ્ટમાં 98.22ની સરેરાશથી 884 રન બનાવ્યા છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી20માં સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા સુરેશ રૈના, શિખર ધવન, કેએલ રાહુલ આ સિદ્ધી મેળવી ચુક્યા છે. રોહિત શર્માએ ટેસ્ટ ડેબ્યૂમાં પણ સદી ફટકારી હતી અને ટેસ્ટ ઓપનર તરીકે પણ સદી ફટકારી છે.
રોહિત શર્માએ રાહુલ દ્રવિડના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી છે. ઘરેલુ ટેસ્ટમાં સતત 6 ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર કરનારો બીજો ખેલાડી બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion