શોધખોળ કરો
Advertisement
INDvsSA 1st Test: ભારતે 502/7 પર ડિક. કરી ઇનિંગ, મયંકે ફટકારી ડબલ સેન્ચૂરી
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના બંને ઓપનર્સે 10મી વખત સદી ફટકારી, ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશિપ કરી
વિશાખાપટ્ટનમઃ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે મજબૂત સ્કૉર સાથે ઇનિંગ ડિકલેર કરી દીધી છે. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી. ભારતે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી છે.
ઇનિંગ ડિકલેર કરી ત્યારે રવિન્દ્ર જાડેજા 30 રન (46) અને રવિચંન્દ્રન અશ્વિન 1 રને (17) રમતમાં હતા.
ભારત તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા.
ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 3 વિકેટ ઝડપી હતી, વળી, ફિલાન્ડર, પીડીટી, મુથુસામી અને એલ્ગરને એક-એક વિકેટ મળી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે ટી બ્રેક વખતે 124 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 450 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 215 રન બનાવી આઉટ થયો હતો. જાડેજા 6 રને અને હનુમા 8 રને રમતમાં છે.Innings Break!
Here comes the declaration from #TeamIndia after they post a total of 502/7 in the first innings of the 1st Test. Live - https://t.co/67i9pBSlAp #FreedomSeries #INDvSA pic.twitter.com/tatbE37FlI — BCCI (@BCCI) October 3, 2019
લંચથી ટી લંચ સુધીમાં ગુમાવી 4 વિકેટ ટીમ ઈન્ડિયાએ લંચથી ટી લંચ સુધીની રમતમાં 126 રન ઉમેર્યા હતા. જોકે આ ગાળામાં ચેતેશ્વર પૂજારા (6 રન), કેપ્ટન વિરાટ કોહલી (20 રન), અજિંક્ય રહાણે (15 રન) અને મયંક અગ્રવાલ (215 રન)ની મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી.That will be Tea on Day 2 of the 1st Test.#TeamIndia 450/5
Updates - https://t.co/67i9pBSlAp #FreedomSeries #INDvSA pic.twitter.com/jcCkq3qvlB — BCCI (@BCCI) October 3, 2019
લંચ સુધીમાં 1 વિકેટ ગુમાવી 122 રન કર્યા બીજા દિવસે ભારતે 59.1 ઓવરમાં 202 રનના સ્કોર પરથી શરૂઆત કરી હતી. લંચ સમયે 88 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 324 રન હતો. લંચ પછીના પ્રથમ બોલ પર જ ટીમ ઈન્ડિયાએ ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી હતી. - રોહિત શર્મા 176 રન બનાવી મહારાજની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. - પૂજારાને ફિલાન્ડરે 6 રન પર બોલ્ડ કર્યો હતો. - કેપ્ટન કોહલીને 20 રને કોટ એન્ડ બોલ્ડ આઉટ કરવાની સાથે જ મુથુસ્વામીએ ટેસ્ટ કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. - વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 15 રન બનાવી મહારાજની ઓવરમાં આઉટ થયો હતો. - મયંક અગ્રવાલ 215 રન બનાવી ડિન એલગરની ઓવરમાં આઉટ થયો હતો. તેણે 23 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટાકાર્યા હતા.2️⃣0️⃣0️⃣* – WHAT A KNOCK!
Mayank Agarwal brings up his maiden Test double century ???????? This is the 52nd 200-plus score for India in Test cricket ???? Follow #INDvSA live ????https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/we1MTcJJOT — ICC (@ICC) October 3, 2019
મયંક અગ્રવાલની ટેસ્ટમાં પ્રથમ સદી આ પહેલા મયંક અગ્રવાલે કરિયરની પ્રથમ સદી ફટાકરી હતી. તેણે 206 બોલમાં સદી ફટકારી હતી. ટેસ્ટમાં સદી ફટકારનારો મયંક ભારતનો 86મો બેટ્સમેન બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતી વખતે સદી ફટકારનારો 33મો ખેલાડી બન્યો હતો. મયંક અગ્રવાલ ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ ઈનિંગ રમતી વખતે સદી ફટકારનારો ટીમ ઈન્ડિયાનો ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા શિખર ધવન, પૃથ્વી શૉ અને રોહિત શર્મા આ કારનામું કરી ચુક્યા છે.That's Lunch on Day 2 of the 1st @Paytm Test.#TeamIndia 324/1 (Mayank 138*, Pujara 6*)
Updates - https://t.co/67i9pBSlAp #INDvSA pic.twitter.com/ejrrg83D2Z — BCCI (@BCCI) October 3, 2019
સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપ રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી (317 રન) એ સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા રેકોર્ડ સેહવાગ-ગંભીરના નામે હતો. 2004-05માં તેમણે કાનપુરમાં 218 રનની ભાગીદારી કરી હતી. બંને દેશો વચ્ચે સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન અને એન્ડ્રૂ હડસનના નામે હતો. આ બંનેએ 1996-97માં કોલકાતામાં 236 રનની ભાગીદારી કરી હતી.આ રેકોર્ડને પણ રોહિત-મયંકની જોડીએ તોડ્યો હતો.150 runs for @ImRo45 ????????#INDvSA #FreedomSeries pic.twitter.com/ONNoFzTd0x
— BCCI (@BCCI) October 3, 2019
CENTURY!
A fine innings here from @mayankcricket as he brings up his maiden Test ????#FreedomSeries #INDvSA pic.twitter.com/GSzrjChEEC — BCCI (@BCCI) October 3, 2019
બુધવારે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ લીધી હતી. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને શાનદાર બેટિંગ કરતાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. વરસાદના કારણે 59.1 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 રન ( 12 ચોગ્ગા અને 5 છગ્ગા) તથા મયંક અગ્રવાલ 84 રન (11 ચોગ્ગા અને બે છગ્ગા) બનાવી રમતમાં હતા.Play on Day 2 about to commence in Vizag. A total of 98 overs will be bowled today.#INDvSA #FreedomSeries pic.twitter.com/LiXeGZmMxl
— BCCI (@BCCI) October 3, 2019
બિહારઃ હજુ બે દિવસ પડશે ભારે વરસાદ, ચાર જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ આ ફેનના ટેટુ જોઈને કોહલી રહી ગયો હેરાન, શરીર પર છે વિરાટના રેકોર્ડ્સનું લિસ્ટ, જાણો વિગત નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયાRain plays spoilsport on Day 1 of the 1st Test after #TeamIndia openers put us in a commanding position with 202/0 on board.#FreedomSeries #INDvSA pic.twitter.com/STL6NBrPJl
— BCCI (@BCCI) October 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion