શોધખોળ કરો
Advertisement
IND vs SA: ભારતીય મૂળના ક્રિકેટરે સાઉથ આફ્રિકા તરફથી કર્યુ ડેબ્યૂ, યોગ કરે છે અને મંદિરમાં પણ જાય છે, જાણો વિગતે
ભારતીય મૂળના ઓલરાઉન્ડર સેનુરાન મુથુસ્વામીનું દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સપનું બુધવારે પૂરું થયું હતું. સેનુરાનનો પરિવાર પેઢીઓથી તમિલનાડુથી દક્ષિણ આફ્રિકા સ્થાયી થયો હતો. ડરબનમાં રહેતો આ 25 વર્ષીય ખેલાડી ભારતને સારી રીતે જાણે છે.
વિશાખાપટ્ટનમઃ ભારતીય મૂળના ઓલરાઉન્ડર સેનુરાન મુથુસ્વામીનું દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સપનું બુધવારે પૂરું થયું હતું. સેનુરાનનો પરિવાર પેઢીઓથી તમિલનાડુથી દક્ષિણ આફ્રિકા સ્થાયી થયો હતો. ડરબનમાં રહેતો આ 25 વર્ષીય ખેલાડી ભારતને સારી રીતે જાણે છે. તે ગત વર્ષે દક્ષિણ આફ્રિકા એ ટીમ સાથે ભારત પ્રવાસે આવ્યો હતો.
તેનો જન્મ અને ઉછેલ દક્ષિણ આફ્રિકામાં થયો છે પરંતુ પરિવાર સંપૂર્ણ પણ દક્ષિણ ભારતીય છે. તેણે કહ્યું કે, અમારા મૂળિયા ચેન્નઈમાં છે. મારા પરિવારના લોકો હજુ પણ નાગાપટ્ટનમ (ચેન્નઈથી આશરે 300 કિલોમીટર દૂર) રહે છે. પેઢીઓથી અમે આફ્રિકામાં રહીએ છીએ પરંતુ ભારત સાથે અમારો લગાવ છે.
મારા માતા-પિતાને જ્યારે મારી પસંદગી અંગે ખબર પડી ત્યારે તેઓ ઘણા ખુશ થયા હતા. ભારત સામે મારા ટેસ્ટ ડેબ્યૂએ દિવસને ખાસ બનાવી દીધો છે. હું ડરબનમાં યોગ કરું છું અને હું નિયમિત રીતે મંદિરમાં જાઉ છું. મારા પરિવારમાં લોકો તમિલમાં વાત કરે છે. દુર્ભાગ્યવશ હું બોલી નથી શકતો પરંતુ ધીમે ધીમે શીખી રહ્યો છું.
શ્રીલંકાનો કુમાર સંગાકારા અને રંગના હેરાથ તેના પસંદગીના ક્રિકેટર છે. જ્યારે શાકિબ અલ હસન, મોઈન અલી અને બિશન સિંહ બેદીનો પણ પ્રશસંક છે.
સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડHere is the #ProteaFire
Congratulations to Senuran Muthusamy on making his debut. Vernon Philander has chosen the ball and will open the bowling for the Proteas.#INDvsSA pic.twitter.com/uj8r815feR — Cricket South Africa (@OfficialCSA) October 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion