હૈદરાબાદઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો એક ફેન અચાનક મેદાન પર દોડી આવતા થોડા સમય માટે મેચ રોકવી પડી હતી. કોહલીના પ્રશંસકો આખી દુનિયામાં છે. તેને ચાહનારાઓની સંખ્યા અનેક ગણી છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પણ કાંઇક એવો જ નજારો જોવા મળ્યો હતો.
2/3
3/3
વાસ્તવમાં કોહલીનો એક ફેન તેને મળવા માટે મેદાન પર પહોંચી ગયો હતો. તે એડવરટાઇઝિંગ બોર્ડ કૂદીને મેદાન પર આવી ગયો હતો અને ભારતીય કેપ્ટન કોહલી સાથે પાંચ મિનિટ સુધી વાતો કરતો રહ્યો હતો. આ દરમિયાન તેણે કોહલી સાથે સેલ્ફી પણ ખેંચી હતી. ચિંતાની વાત એ હતી કે આ દરમિયાન કોઇ પણ સુરક્ષા કર્મી ત્યાં પહોંચ્યો નહોતો. જોકે, બાદમાં સુરક્ષા કર્મીઓ તેને ખેંચીને મેદાન બહાર લઇ ગયા હતા.