શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
બુમરાહની આ 11મી ટેસ્ટ મેચ છે અને તેની સાથે જ તેણે 50 વિકેટ લઈને મોટો રેકોર્ડ તોડી દીધો છે. વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીએ આ રેકોર્ડ 13 ટેસ્ટમાં બનાવ્યો હતો. ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ ઈનિંગમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 189 રનમાં 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ડેરેન બ્રાવોને આઉટ કરવાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તેણે વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો મોટો રેકોર્ડ તોડી દીધો. ડેરેન બ્રાવો બુમરાહની ટેસ્ટ કારકિર્દીનો 50મો શિકાર બન્યો હતો.
બુમરાહની આ 11મી ટેસ્ટ મેચ છે અને તેની સાથે જ તેણે 50 વિકેટ લઈને મોટો રેકોર્ડ તોડી દીધો છે. વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીએ આ રેકોર્ડ 13 ટેસ્ટમાં બનાવ્યો હતો. ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે નવ ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ લેગ સ્પીનર અનિલ કુંબલે (10 મેચ) અને નરેન્દ્ર હિરવાણી, હરભજન સિંહ અને જસપ્રીત બુમરાહે 11મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
જો બોલના હિસાબે જોવામાં આવે તો બુમરાહે સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો કમાલો કર્યો છે. બુમરાહે 2465મા બોલે આ ઉપલબ્ધિ હાસલ કરી હતી, જ્યારે અશ્વિને 2597મા બોલે 50મી વિકેટ લીધી હતી.
મારુતિની માઇક્રો SUV ક્યારે થશે લોન્ચ ? કેટલી હશે કિંમત, જાણો વિગત
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion