શોધખોળ કરો
IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત
ભારત પ્રથમ વન-ડે મેચ રદ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે.
![IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત India vs west indies navdeep saini to debut for team india after t20 series IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11153609/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે રમાશે. બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ વન-ડે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારત પ્રથમ વન-ડે મેચ રદ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે.
બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી ફાસ્ટ બોલર નવદીપ સૈની ડેબ્યૂ કરી શકે છે. સૈનીએ ટી20 શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ ટી20માં ત્રણ વિકેટ લીધી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. સૈનીનો પ્રથમ વન ડેમાં રમેલા ખલીલ અહેમદના સ્થાને સમાવેશ કરવામાં આવી શકે છે.
રોહિત શર્મા અને શિખર ધવન ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ કરશે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા નંબર શ્રેયર ઐયર બેટિંગ કરી શકે છે. ઐયરે આશરે 18 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા બેટિંગમાં આવી શકે છે.
બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને નવદીપ સૈની પર ટીમ ઈન્ડિયા આધાર રાખશે.
સુરેશ રૈનાએ ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે
![IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11153738/saini-300x215.jpg)
![IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11153857/saini1-277x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)