રવિન્દ્ર જાડેજાઃ રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડ્યાની જગ્યા ભરી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ અંતિમ અને પાંચમી વન ડે મેચમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/6
ખલીલ અહેમદ: ખલીલ અહેમદે એશિયા કપ બાદ વિન્ડીઝ વિરૂદ્ધ સિરીઝમાં પણ સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. ખલીલ અહેમદે 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને 3 વિકેટ રહ્યું હતું.
3/6
કુલદીપ યાદવઃ કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવ આ શ્રેણીમાં 9 વિકેટ સાથે તે વિકેટ ટેકર રહ્યો હતો.
4/6
રોહિત શર્મા: રોહિત શર્માએ વિન્ડીઝ વિરૂદ્ધ રન બનાવવા મામલે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. રોહિત શર્માએ સિરીઝના 5 મેચમાં 377 રન બનાવ્યા હતા. સિરીઝમાં તેણે બે સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ શ્રેણીમાં 15 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માની વન ડેમાં આ સાથે 200 સિક્સર પણ પુરી થઇ હતી. રોહિતને આ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
5/6
વિરાટ કોહલી: વિરાટ કોહલીએ આ સિરીઝમાં સિરીઝમાં 3 સદી ફટકારી હતી. સિરીઝમાં કોહલીએ કુલ 446 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની વન ડેમાં હવે 38 સદી થઇ ગઇ છે.
6/6
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ પાંચમાં વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં 9 વિકેટે જીત મેળવી ભારતે સીરીઝ 3-1થી જીતી લીધી હતી. અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝે ભારત સામે 105 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે માત્ર 14.5 ઓવરમાં મેળવી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે (63 અણનમ) અને વિરાટ કોહલીએ (33 અણનમ) રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાને મેચમાં 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આગળ વાંચો ભારતની શ્રેણી જીતના 5 હીરો....