શોધખોળ કરો
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે હવે ઈન્દોરમાં નહીં, આ શહેરમાં રમાશે, જાણો વિગત
1/4

નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે યોજનારી પાંચ વનડે સીરીઝીની બીજી વનડે વિશાખાપટનમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે તેની જાહેરાત કરી છે. આ વનડે 24 ઓક્ટોબરે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી હતી. પરંતુ બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ વચ્ચે કોમ્પ્લિમેન્ટરી પાસના મુદ્દે વિવાદ થતાં મેચનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને ઇન્દોરમાં મેચ યોજવાનું પડતું મૂકયું હતું.
2/4

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના અધિકારી મિલિન્દ કંમાડીકરે જણાવ્યું હતું કે અમે બોર્ડને જાણ કરી દીધી છે પરંતુ બીસીસીઆઇ કે સીઓએ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મેચ નહીં યોજવાનો નિર્ણય મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં તમામ મુદ્દા અને પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Published at : 03 Oct 2018 10:11 PM (IST)
View More





















