શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોહમ્મદ શમીમાં દેખાય છે આ મહાન બોલરની ઝલકઃ સુનીલ ગાવસ્કર
ગાવસ્કરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનો ફેવરેટ ફાસ્ટ બોલર કોણ છે તો તેમને શમીનું નામ લીધું.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રવિવારે કહ્યું કે, મોહમ્મદ શમી ઘણી વખત તેમને વેસ્ટ ઇન્ડિઝના મહાન ફાસ્ટ બોલર મેલકમ માર્શલની યાદ અપાવે છે.
વેસ્ટ ઇન્ડિઝના મહાન ફાસ્ટ બોલરમાંથી એક એવા માર્શલ સાથે તુલનાથી ચોક્કસપણે ભારતના આ સીનિયર ફાસ્ટ બોલરનું મનોબળ વધશે. શમીએ સમગ્ર સેશન દરમિયાન પોાતની ફાસ્ટ, સ્વિંગ અને ઉછાળથી વિરોધી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. જણાવીએ કે, મેલકમ માર્શલનું 1999માં નિધન થયું હતું.
ગાવસ્કરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનો ફેવરેટ ફાસ્ટ બોલર કોણ છે તો તેમને શમીનું નામ લીધું. ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ દરમિયાન કૉમેન્ટ્રી કરતી વખતે ગાવસ્કરે કહ્યું કે, ‘તે મને માલ્કમ માર્શલની યાદ અપાવે છે જેના વિશે વિચારીને હું અત્યારે પણ ગાઢ ઊંઘમાંથી ઉઠી જાઉં છું.’
ગાવસ્કરે સાથે જ ભારતીય ફાસ્ટ બોલિંગમાં ક્રાંતિ લાવવાનો શ્રેય વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવને આપ્યો. શમીની કુશળતાથી પ્રભાવિત પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે આના પહેલા આ ફાસ્ટ બોલરની તુલના ચિત્તા સાથે કરી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે, ‘જ્યારે તે બોલિંગ માટે દોડીને આવે છે, સ્પાઈડર કેમ જ્યારે તેની તસવીર લે છે તો જોવું શાનદાર હોય છે. એવું લાગે છે કે, ચિત્તો શિકાર કરવા જઈ રહ્યો છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion