શોધખોળ કરો
Advertisement
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ અંગે બોલર જસપ્રીત બુમરાહે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વન-ડે રેંકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બુમરાહે તેની ખતરનાક બોલિંગથી વિરોધી ટીમોમાં ખળભળાટ મચાવેલો છે. બુમરાહે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 17 વિકેટ ઝડપી લીધી છે.
નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે તેની ઘાતક બેટિંગ અને બોલિંગથી વિરોધી ટીમોને ધૂળ ચટાડી દીધી છે. ભારતના બેટિંગ ઓર્ડરની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. પરંતુ ભારતીય ટીમના બોલર્સ પણ પાછળ નથી.
જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વન-ડે રેંકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બુમરાહે તેની ખતરનાક બોલિંગથી વિરોધી ટીમોમાં ખળભળાટ મચાવેલો છે. બુમરાહે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 17 વિકેટ ઝડપી લીધી છે.
વર્લ્ડ કપ 2019ની લીગ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ મેચ બાદ બુમરાહે સેમીફાઈનલ માટે ભારતની રણનીતિ પર નિવેદન આપ્યું છે. બુમરાહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત લીગ મેચોની જેમ સેમીફાઈનલમાં પણ પાંચ બોલર સાથે મેદાન પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની મોટાભાગની લીગ મેચોમાં ભારત 5 બોલર સાથે રમ્યું છે.
બુમરાહે કહ્યું હતું કે, ભારતના બોલર સારું પ્રદર્શન કરી રહ્યા છે અને લગભગ બધાં બોલર વિકેટ લઈ રહ્યા છે. બુમરાહનું માનવું છે કે ભારતીય બોલર એક સંતોષજનક સ્થિતિમાં છે કારણ કે તેઓ સતત વિકેટ લઈ રહ્યા છે. ટીમના ખેલાડી જવાબદારી સાથે રમી રહ્યા છે. સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો 9 જુલાઈએ ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement