મુનાફ પટેલનો ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. તેના પિતા ખેતરમાં કામ કરતા હતા. જ્યારે મુનાફ માર્બલ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેનું કામ ટાઇલ્સ ચેક કરીને પેક કરવાનું હતું. જેના માટે મુનાફને દરરોજ 35 રૂપિયા મળતા હતા. ઘણા સંઘર્ષ પછી મુનાફે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું.
2/5
મુનાફ પટેલે નિવૃત્તિ લેતા કહ્યું હતું કે મારા માટે સૌથી મોટી સિદ્ધિ એ છે કે હું 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય છું. મને નિવૃત્તિ લેવાનો કોઈ અફસોસ નથી. હું જેટલા પણ ક્રિકેટર સાથે રમ્યો તેમાં મહેન્દ્રસિંહ ધોની સિવાય બધા નિવૃત્ત થઈ ગયા છે. બધાનો સમય પુરો થઈ ગયો છે. મને દુખ ત્યારે થાત જ્યારે મારા સાથી ખેલાડી રમી રહ્યા હોત અને હું નિવૃત્ત થયો હોત.
3/5
ઇંગ્લેન્ડ સામે 2006માં મોહાલીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર મુનાફે તે મેચમાં 97 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. ભારતના ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે આ રેકોર્ડ હતો. જેને 2013માં મોહમ્મદ શમીએ તોડ્યો હતો.
4/5
મુનાફ પટેલ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2011માં રમ્યો હતો. ગત વર્ષે ગુજરાત લાયન્સે આઈપીએલમાં તેને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. એક સમય એવો પણ હતો કે ટીમ ઇન્ડિયાનો વર્તમાન સુકાની વિરાટ કોહલી મુનાફ પટેલ પાસે ઓટોગ્રાફ લેતો હતો.
5/5
મુંબઈઃ બન્ને દિશાઓમાં બોલને સ્વિંગ કરવાની ઓળખ મેળવનાર ભારતીય ક્રિકેટર મુનાફ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દીધી છે. ઈએસપીએનના અહેવાલ અનુસાર, ગુજરાતના રહેનાર મુનાફનું કહેવું છે કે, હવે તેની ઉંમર થઈ ગઈ છે અનેતેની ફિટનેસ પહેલા જેવી રહી નથી.