શોધખોળ કરો
Advertisement
ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનું થયું સમાપન, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો આ શરમનજક રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના ટોપ-3 બેટ્સમેનોના નામે વર્લ્ડકપનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાઈ ગયો હતો. વર્લ્ડકપ જ નહીં પરંતુ ક્રિકેટના અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈપણ ટીમના ટોપ-3 બેટ્સમેનો માત્ર 1-1 રન બનાવીને આઉટ થયા નથી
લંડનઃ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરના અંતે જીત મેળવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બન્યું હતું. ઈંગ્લેન્ડની રોમાંચક જીત સાથે જ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનું સમાપન થયું હતું. મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા અને આસુંઓને રોકી શક્યા નહોતા. જોકે ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના અભિયાનનો અંત આવી ગયો હતો.
વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત રહી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી માત્ર 1-1 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 રન પર 3 વિકેટ થઈ ગયો હતો.
જેની સાથે જે ટીમ ઈન્ડિયાના ટોપ-3 બેટ્સમેનોના નામે વર્લ્ડકપનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાઈ ગયો હતો. વર્લ્ડકપ જ નહીં પરંતુ ક્રિકેટના અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈપણ ટીમના ટોપ-3 બેટ્સમેનો માત્ર 1-1 રન બનાવીને આઉટ થયા નથી. રોહિત શર્મા અને લોકેશ રાહુલની વિકેટ મેટ હેનરી તથા વિરાટ કોહલીની વિકેટ ટ્રેન્ટ બોલ્ટે ઝડપી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં ભારતનો 18 રને પરાજય થયો હતો. ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો, જાણો વિગતWHAT. A. START! ☝️ ☝️ ☝️
India 5/3 in 3.1 overs ???? #CWC19 | #INDvNZ pic.twitter.com/Ha3ht0kf1j — ICC (@ICC) July 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement