Asian Games 2023 : ભારતના 100 મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા જીત્યા 92 મેડલ
ભારતના 100 મેડલ કન્ફર્મ છે. અત્યાર સુધીમાં 92 જીત્યા, તો વધુ 8 પણ લગભગ નિશ્ચિત છે. હોકીમાં ગોલ્ડની શક્યતા પ્રબળ છે.
![Asian Games 2023 : ભારતના 100 મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા જીત્યા 92 મેડલ Indias 100 Medals Confirmed, So Far Athletes Won 92 Medals With Great Performance in Asian Games 2023 Asian Games 2023 : ભારતના 100 મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા જીત્યા 92 મેડલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/70693bb40901de8dbc1507f034a22cdc169659348064581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asian Games 2023 :ભારતના 100 મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં 92 મેડલ જીત્યા છે. ભારત પાસે તીરંદાજીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં, ક્રિકેટમાં એક, એક હોકીમાં છે. હોકીમાં ગોલ્ડ મેડલ માટે મેચ ચાલી રહી છે. ભારતીય કુસ્તીબાજ અમાને પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં ચીનના મિંગ્યુ લિયુને 11-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે ચીનના મિંગુ લિયુને હરાવ્યું હતું. મહિલા ફ્રી સ્ટાઈલ 76 કિગ્રા કુસ્તીમાં ભારતની કિરણે થાઈલેન્ડની અરિયુંગાર્ગલ ગાનબતને 6-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોનમે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવીને મેડલ જીત્યો હતો. ભારતના અતામુ, ધીરજ અને તુષારની પુરૂષ રિકર્વ ટીમે ફાઇનલમાં હારી ગઈ હતી અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને 61-14થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના એચએસ પ્રણયને ચીનના લી શિફેંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે પ્રથમ સેટમાં 56-52ના સ્કોર સાથે વિયેતનામ સામે 2-0ની લીડ મેળવી હતી. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીયોએ શાનદાર શરૂઆત કરી હતી.ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં નેપાળને 61-17થી હરાવીને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે. ભારતની અંકિતા ભકત, ભજન કૌર અને સિમરનજીત કૌર હવે મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સમાં ગુરુવારનો દિવસ ભારત માટે તુલનાત્મક રીતે સારો રહ્યો. અને તેણે પાંચ મેડલ મેળવ્યા, પરંતુ કરોડો રમતપ્રેમીઓની નજર મેડલની સદી પર ટકેલી છે. અને આ માટે રમતોનો 12મો દિવસ એટલે કે શુક્રવાર તેના માટે મહત્વપૂર્ણ દિવસ બની ગયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)