Indonesia Masters Badminton: PV સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં હારી, ભારતના અભિયાનનો થયો અંત
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઈન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે

નવી દિલ્હીઃ. ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઈન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. સિંધુને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની Ratchanok Intanon સામે સીધી ગેમમાં પરાજય મળ્યો હતો. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનનો અંત આવ્યો હતો. વિશ્વની આઠમા ક્રમની ખેલાડી Ratchanok Intanonએ સિંધુને 21-12, 21-10થી હરાવી હતી.
પીવી સિંધુ સામે Ratchanok Intanonની આ સતત પાંચમી જીત છે. 27 વર્ષીય Ratchanok Intanonને આ સાથે સિંધુ સામેના પોતાના રેકોર્ડમાં પણ સુધારો કર્યો છે. ઈન્તાનોન અને સિંધુ કુલ 13 વખત સામસામે આવી ચુક્યા છે જેમાં થાઈલેન્ડની શટલરે 9 મેચ જીતી છે. સિંધુએ 4 મેચ જીતી છે. ભારતીય મહિલા શટલરે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જોર્જિયા મારિસ્કાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઈન્તાનોને પહેલી ગેમ આસાનીથી જીતી લીધી હતી
ઈન્તાનોને સિંધુ પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેણે પ્રથમ સેટમાં સરળતાથી જીતી લીધી હતી. આ પછી બીજા સેટમાં થાઈલેન્ડની મહિલા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને આ ગેમ 33 મિનિટમાં જીતી લીધી હતી. આ પહેલા દેશના ઉભરતા શટલર લક્ષ્ય સેનને પણ મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
