વિજય શંકરઃ 75 રનમાં ભારતની 3 વિકેટ પડી ગઈ હતી ત્યારે વિજય શંકરે મેદાન પર આવીને 41 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 11 રનની જરૂર હતી ત્યારે 2 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
2/6
કુલદીપ યાદવઃ ચાઇનામેન કુલદીપ યાદવે 10 ઓવરમાં 54 રન આપી 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ 14.2 ઓવરમાં 83 રનની ભાગીદારી કરી હતી ત્યારે જ ત્રાટકીને એરોન ફિંચને આઉટ કર્યો હતો. જે બાદ ટી20 શ્રેણીમાં ભારરતને ભારે પડેલા મેક્સવેલને શાનદાર બોલમાં બોલ્ડ કર્યો હતો. સ્ટોયનિસ અને એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયાને જીત નજીક પહોંચાડી રહ્યા હતા ત્યારે કેરીને 22 રને બોલ્ડ કર્યો હતો.
3/6
વિરાટ કોહલીઃ વિરાટ કોહલીએ વનડેમાં 40મી સદી ફટકારવાની સાથે જ ભારતને 250 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોહલીની 116 રનની ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
4/6
રવિન્દ્ર જાડેજાઃ 171 રન પર ભારતની છઠ્ઠી વિકેટ પડી ગયા બાદ જાડેજાએ 40 બોલમાં 21 રન કરવાની સાથે કોહલી સાથે 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત શોન માર્શની પણ વિકેટ લીધી હતી અને પીટર હેન્ડ્સકોમ્બને રન આઉટ પણ કર્યો હતો.
5/6
નવી દિલ્હીઃ નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાને 8 રને હરાવીને પાંચ વન ડે મેચની સીરિઝમાં 2-0થી લીડ બનાવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 48. 2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જીત માટે 251ના લક્ષ્યાંક સામે પ્રવાસી ટીમ 49.3 ઓવરમાં 242 રનમાં જ તંબુ ભેગી થઈ જતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો. આ જીત ભારતની વન ડેમાં 500મી જીત છે. ભારતની જીતમાં આ ખેલાડીઓ જીતના હીરો રહ્યા હતા.
6/6
જસપ્રીત બુમરાહઃ ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહે મેચની 46મી ઓવરમાં કુલટર નાઇલ અને પેટ કમીન્સને આઉટ કરતાં ભારતની જીતની આશા બંધાઈ હતી. 48મી ઓવરમાં બુમરાહે માત્ર 1 રન આપતાં છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 20 રન બનાવવાનું દબાણ સર્જાયું હતું. બુમરાહે 10 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ ઝડપી હતી.