કોહલી 16 બોલમાં 3 રન બનાવી આઉટ થતાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. સીરિઝનો નિર્ણય પ્રથમ ટેસ્ટ પર ખૂબ નિર્ભર કરે છે. કારણકે આ મુકાબલામાં જીતનારી ટીમને આગળની મેચમાં માનસિક ફાયદો મળે છે. જો ટીમ ઈન્ડિયા મોટો સ્કોર નહીં કરે તો કેપ્ટન વિરાટ કોહલીનો આ કેચ ઈન્ડિયા માટે ખતરાની ઘટંડી પણ સાબિત થઈ શકે છે.
2/4
કોહલી આઉટ થયા બાદ સેલિબ્રેશન કરતાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ.
3/4
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પરેશાની મેદાન પર ઉતરતાં જ ફરી એક વખત જગજાહેર થઈ ગઈ હતી. ભારતના બંને ઓપનરો 15 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગયા બાદ કેપ્ટન કોહલી મેદાનમાં આવ્યો હતો.
4/4
ઓપનર આઉટ થયા બાદ કોહલી સેટ થઈને લાંબી ઈનિંગ રમશે તેવી દર્શકોને આશા હતી પરંતુ આમ થયું નહોતું. કોહલી 3 રન બનાવી પેટ કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. કમિન્સના બોલ પર કેપ્ટન કોહલીએ એક શોટ રમ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ તેની ડાબી બાજુ હવામાં છલાંગ લગાવીને એક હાથથી કેચ પકડ્યો હતો.