શોધખોળ કરો
Advertisement
INDvAUS: પ્રથમ વન-ડેમાં ભારતનો 6 વિકેટથી વિજય, કેદાર જાધવના અણનમ 81 રન
હૈદરાબાદઃ 237 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 48.2 ઓવરમાં 240 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ધોની 59 રન અને કેદાર જાધવ 81 રને અણનમ રહ્યા હતા. એક સમયે ભારતનો સ્કોર 80 રન પર 1 વિકેટથી 99 રનમાં 4 વિકેટ થઈ જતાં ભારત મેચ હારી જશે તેમ લાગતું હતું. પરંતુ અહીંથી ધોની અને જાધવે બાજી સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 141 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ દરમિયાન જાધવે કરિયરની પાંચમી અડધી સદી પણ પૂરી કરી હતી. ધોનીએ 71મી અડધી સદી ફટકારી હતી. જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
આ પહેલા ટોસ જીતી પ્રથમ બેટિગ કરતા ઓસ્ટ્રિલેયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 336 બનાવ્યા અને ભારતને જીત માટે 337 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કંગારુની ટીમ માટે ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 50 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લન મેક્સવેલે 40 રનની ઇનિંગ રમ્યો હતો. માર્કસ સ્ટોઇનિસ (37) રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરતા મેક્સવેલ અને ટર્નરની વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે એરોન ફિન્ચને શૂન્ય રને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.#INDvsAUS: India win the first ODI against Australia by 6 wickets in Hyderabad; take 1-0 lead in 5-match series pic.twitter.com/NahS9G8a3C
— ANI (@ANI) March 2, 2019
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 વનડે મેચ સીરીઝની પ્રથમ વનડે રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું હતું.Innings Break!#TeamIndia restrict Australia to a total of 236/7 in 50 overs. Two wickets each for Shami, Bumrah and Kuldeep.
Scorecard - https://t.co/MaGLAXX1Rn #INDvAUS pic.twitter.com/fzgcEnuIrh — BCCI (@BCCI) March 2, 2019
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), રાયડૂ, શિખર ધવન,વિજય શંકર, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), મોહમ્મદ શમી, કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, માર્કસ સ્ટોઇનિસ, પીટર હેન્ડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી, પેટ કમિન્સ,કુલ્ટર નાઇલ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પાDhoni finishes it with back to back boundaries - India go 1-0 up in Hyderabad!
Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as Australia's 236/7 is overhauled with 10 balls remaining - India win by six wickets!#INDvAUS scorecard ➡️ https://t.co/xuIPOCa09Y pic.twitter.com/B1ZpfvNwvy — ICC (@ICC) March 2, 2019
Here's the Playing XI for #INDvAUS pic.twitter.com/olelSTFDvw
— BCCI (@BCCI) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement