શોધખોળ કરો
Advertisement
આ આક્રમક ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ ટીમ સાથે જોડાયા, લઇ શકે છે વન-ડેની હારનો બદલો
કોલકત્તાઃ વન-ડે સીરિઝમાં ભલે વેસ્ટ ઇન્ડિઝની ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ આજથી શરૂ થઇ રહેલી ટી-20 સીરિઝમાં કેરેબિયન ટીમને નબળી આંકવી ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝની વન-ડે ટીમનો ભાગ ન રહેલા સ્ટાર ખેલાડીઓ કાર્લોસ બ્રેથવેટ, પોલાર્ડ, દિનેશ રામદીન, ડેરેન બ્રાવો ટીમમાં સામેલ થઇ ચૂક્યા છે. જેને કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડે કરતા વધૂ મજબૂત થઇ ચૂકી છે.
ટી-20 ટીમનો કેપ્ટન કાર્લો બ્રેથવેટ, ડેરેન બ્રાવો, ખારી પિયરે, નિકોલસ પૂરન, દિનેશ રામદીન અને શેરફાને રદરફોર્ડ મેદાન પર પરસેવો પાડતા જોવા મળ્યા હતા. તમામ ખેલાડીઓએ ત્રણ કલાક સુધી ચાલેલી પ્રેક્ટિસમાં બેટિંગ અને બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બ્રાવો બે વર્ષમાં પ્રથમવાર વેસ્ટ ઇન્ડિઝ માટે રમશે જ્યારે ઓલરાઉન્ડર પોલાર્ડ વર્ષમાં પ્રથમવાર રાષ્ટ્રીય ટીમમાં રમશે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમઃ
વેસ્ટ ઇન્ડિઝ: કાર્લોસ બ્રેશવેટ(કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર,ઇવેન લુઈસ, ઓબેદ, મેકોય, કીમ પોલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન, શાઈ હોપ, શેપફાને રદરફોર્ડ, ઓશાને થોમસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement