શોધખોળ કરો
Advertisement
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. રાજસ્થાનને જીત માટે 168 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેણે 19.4 ઓવરમાં મેળવી લીધો હતો. રાજસ્થાનની આ સીઝનમાં ત્રીજી જીત હતી જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ પાંચ મેચમાં એક જ મેચ જીતી શક્યું છે.
રાજસ્થાન તરફથી સંજુ સેમસને 52, બેન સ્ટોક્સે 40 અને કૃષ્ણપ્પા ગૌતમે અણનમ 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી બુમરાહ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે મેક્લેઘન, કૃણાલ પંડ્યા અને મુસ્તાફિઝુર રહેમાને એક-એક વિકેટ ઝડપી હતી.
એક સમયે એવું લાગતું હતું કે મુંબઇ ઇન્ડિયન્સ આ મેચ સરળતાથી જીતી જશે પરંતુ ગૌતમે 11 બોલમાં આક્રમક અણનમ 33રનની ઇનિંગ રમી બાજી પલટી દીધી હતી અને ટીમને જીત અપાવી હતી. આ અગાઉ બેન સ્ટોક્સ અને સંજૂ સેમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી નોંધાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
સમાચાર
Advertisement