જાડેજાએ કિંમતી અને મહત્વપૂર્ણ વિકેટ લીધી હોવા છતાં મેદાન પર કોઈ જાતનો જશ્ન મનાવ્યો હતો. જાડેજાને શાંત જોઈ ન માત્ર મેચ જોઈ રહેલા દર્શકો દંગ રહી ગયા પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
2/6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 127 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ જાડેજાએ જશ્ન ન મનાવવાનું રહસ્ય ખોલતાં જણાવ્યું કે, વિકેટ થોડી સૂકી હતી અને હું મારી બોલિંગનો આનંદ લઇ રહ્યો હતો. તે મારો પ્રથમ જ બોલ હતો અને હું જશ્ન મનાવવા માટે તૈયાર નહોતો. વિરાટની મોટી વિકેટ લીધી હોવાથી હું આગળ પણ મારી લય જાળવી રાખવા માંગતો હતો.
3/6
આઈપીએલમાં જાડેજા શેન વોટસનને 5 વખત, સ્ટિવ સ્મિથને 4 વખત અને ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી તથા રોબિન ઉથપ્પાને 3-3 વખત આઉટ કરી ચુક્યો છે.
4/6
આરસીબીની ઇનિંગની સાતમી ઓવરના પ્રથમ બોલ પર વિરાટ કોહલીની વિકેટ પડી હતી. કોહલી એવા બોલ પર બોલ્ડ થયો કે જેને લઇ તે માનવા તૈયાર નહોતો. આ સમયે તેના માટે આશ્ચર્ય વ્યક્ત કરવા સિયાય કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો.
5/6
બેંગલોરઃ ચેન્નાઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજાની ફિરકીએ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કમર તોડી નાંખી હતી. ધોનીએ જાડેજાને બોલિંગ સોંપતા જ તેણે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને 8 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. જાડેજાએ કોહલીને બોલ્ડ કર્યો હતો.
6/6
જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.