શોધખોળ કરો
IPL 2018: ચેન્નાઇ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં હૈદરાબાદને 4 રને આપી હાર, ચહરની 3 વિકેટ
1/4

હૈદરાબાદઃ IPL-11ની આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં 182 રન બનાવ્યા હતા. 183 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 178 રન બનાવી શકી હતી. જેના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સનો 4 રનથી વિજય થયો હતો. હૈદરાબાદ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 84, યુસુફ પઠાણે 45 અને શાકિબ અલ હસને 24 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી ચહરે 3 તથા શાર્દૂલ ઠાકુર, કર્ણ શર્મા અને બ્રાવોએ 1-1 વિકેટ લીધી હતી.
2/4

સુરેશ રૈનાએ આઈપીએલ-11ની પ્રથમ અડધી સદી નોંધાવી હતી. રૈના 43 બોલમાં 53 અને ધોની 12 બોલમાં 25 રન બનાવી અણનમ રહ્યા હતા. સનરાઇઝર્સ તરફથી ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.
Published at : 22 Apr 2018 03:50 PM (IST)
View More





















