કોલકાતાઃ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલની સીઝન 11ના 41માં મુકાબલામાં 102 રનના વિશાળ અંતરની હાર આપી છે. 211 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની સમગ્ર ટીમ 18.1 ઓવરમાં 108 રન પર જ સમેટાઇ ગઈ હતી. મુંબઈની ઈન્ડિયન્સની બેટિંગમાં યુવા વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશનની ઇનિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
2/6
ઈશાન કિશને માત્ર 17 બોલમાં જ ફિફટી લગાવી હતી. 21 બોલમાં 65 રનની ઇનિંગમાં વિસ્ફોટક બેટિંગ કરનારા ઈશાને 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી.
3/6
ઈશાન કિશન પહેલા આઈપીએલની ચાલુ સીઝનમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારાવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. રાહુલે 14 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. જે એક આઈપીએલ રેકોર્ડ છે.
4/6
ઈશાને કુલદીપ યાદવની એક જ ઓવરમાં સતત 4 સિક્સ ફટકારી હતી. જેને જોઈ કેપ્ટન રોહિત શર્મા પણ હસવું રોકી શક્યો નહોતો.
5/6
ઈશાન કિશનના પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
6/6
અત્રેના ઈડન ગાર્ડન પર બુધવારે સાંજે રમાયેલી કોલકાતા નાઇડ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં મુંબઈના યુવા ક્રિકેટર ઈશાન કિશને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાન કિશને આઈપીએલ-11માં બીજી સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. એટલું જ નહીં તેણે આઈપીએલ કરિયરનો સૌથી શ્રેષ્ઠ સ્કોર પણ બનાવ્યો હતો.