હૈદરાબાદ માટે મનીષ પાંડેએ 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે સર્વાધિક અણનમ 57 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સે 41 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. વિલિયમ્સની આ આઈપીએલમાં પાંચમી અડધી સદી છે.
2/4
3/4
ક્રિસ ગેલે વિસ્ફોટક બેટિંગ કરતા 63 બોલમાં 104 રન ફટકારી અણનમ રહ્યો હતો. તેમણે એક ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલ લીગમાં પોતાની બીજી મેચ રમી રહેલા ગેલે 11માં સીઝનમાં સદી બનાવનારો પ્રથમ બેટ્સમેન છે. આઈપીએલના ઈતિહાસમાં ગેલની આ છઠ્ઠી સદી છે. કરુણ નાયરે 31 રન બનાવ્યા હતા.
4/4
નવી દિલ્હી: ક્રિસ ગેલની આક્રમક સદીના સહારે કિગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલ સીઝન 11ની 16મી મેચમાં 15 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 193 રન બનાવી હૈદરાબાદને 194 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 178 રનજ બનાવી શક્યું હતું અને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો.