શોધખોળ કરો
ડુપ્લેસીસની શાનદાર બેટિંગથી ચેન્નઇ સાતમી વખત પહોચ્યું IPLની ફાઈનલમાં, હૈદરાબાદને 2 વિકેટથી હરાવ્યું
1/5

મુંબઈ: પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટથી જીત મેળવી આઈપીએલ 11માં સીઝનની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદ અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં ટોસ જીતી ચેન્નાઇએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 139 રન કર્યા હતા. તેની સામે ચેન્નાઇએ બે વિકેટથી જીત મેળવી લીધી હતી.
2/5

ચેન્નાઈ વતી ડુપ્લેસીસે 42 બોલમાં 67 સર્વાધિક રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં જ્યારે 6 બોલમાં 6 રનની જરૂર હતી ત્યારે ડુપ્લેસીએ છગ્ગો મારી ચેન્નાઈને જીત અપાવી હતી. સુરેશ રૈનાએ 22 રન બનાવ્યા હતા. આ જીત સાથે ચેન્નાઇ આઈપીએલમાં સાતમી વખત ફાઇનલમાં પ્રવેશી છે. અંતિમ ઓવરમાં જ્યારે 6 બોલમાં 6 રનની જરૂર હતી ત્યારે ડુપ્લેસીએ છગ્ગો મારી ચેન્નાઈને જીત અપાવી હતી.
Published at : 22 May 2018 06:35 PM (IST)
View More





















