રિષભ પંતે આઈપીએલ 2018માં પાવરપ્લે દરમિયાન 161 રનના સ્ટ્રાઇક રેટથી 66 રન બનાવ્યા છે. મિડલ ઓવર્સમાં તેણે 150 રનના સ્ટ્રાઇક રેટથી 159 રન નોંધાવ્યા છે.
3/7
ડેથ ઓવર્સમાં રિષભ પંત વધુ ઘાતક બની જાય છે. વર્તમાન સીઝનમાં પંતે ડેથ ઓવર્સમાં 253.10ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 81 રન ફટકાર્યા છે.
4/7
રિષભ પંતે આઈપીએલ 2018માં પાવરપ્લે, મિડલ ઓવર્સ અને ડેથ ઓવર્સમાં મળીને ત્રણેય તબક્કામાં 150થી વધારેના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. આ સીઝનમાં તે આવું કરનારો એકમાત્ર બેટ્સમેન છે.
5/7
ગત મુકાબલામાં રિષભ પંતે આક્રમક બેટિંગ કરીને એક રેકોર્ડ બનાવી દીધો. 20 વર્ષીય પંતે બુધવારે સાંજે પંતે માત્ર 29 બોલમાં 67 રનની વિસ્ફોટ ઈનિંગ રમીને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો હતો.
6/7
નવી દિલ્હીઃ બુધવારે રાતે દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં દિલ્હીનો 4 રને રોમાંચક વિજય થયો હતો. દિલ્હી વતી રિષભ પંત અને પૃથ્વી શૉએ તેમની તોફાની ઇનિંગ દ્વારા ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
7/7
રિષભ પંત આઈપીએલમાં હાલ સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓમાં ટોપ પર છે. દિલ્હીના આ બેટ્સમેન પાસે ઓરેન્જ કેપ છે.