આઇપીએલની સૌથી શ્રેષ્ઠ ટીમ અંગે તેણે કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ પણ સારું રમી રહી છે. મને લાગે છે કે આઇપીએલમાં આ બંને ટીમો સારી છે.
2/6
કિંગ્સ ઇલેવન પંજાબની જીત બાદ યુવરાજે આ રીતે કરી હતી ઉજવણી.
3/6
યુવરાજ સિંહ આઇપીએલમાં અત્યાર સુધી ખાસ કમાલ દેખાડી શક્યો નથી. સોમવારે પણ તે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. આઈપીએલ 2018માં યુવરાજ સિંહ કુલ મળીને 56 બોલ રમ્યો છે. જેમાં તે માત્ર 50 રન જ બનાવી શક્યો છે. હવે આગામી મેચમાં તેની ટીમમાંથી હકાલપટ્ટી પણ કરવામાં આવી શકે છે.
4/6
આઈપીએલમાં ગેલના દેખાવ બાદ ભારતનો સ્ટાર બેટ્સમેન અને પંજાબની ટીમનો જ સાથી યુવરાજ સિંહ પણ પ્રશંસક બની ગયો છે. યુવરાજ સિંહે ગેલને લઈ એક મોટી વાત કરી.
5/6
નવી દિલ્હીઃ આઈપીએલ 11ની હરાજી દરમિયાન ક્રિસ ગેસ પર કોઇએ દાવ નહોતો લગાવ્યો. જે બાદ પંજાબે 2 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. જે પછી ગેલે ન માત્ર આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી પરંતુ બધાને એમ પણ બતાવી દીધું કે તે આજે પણ વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેન છે.
6/6
યુવરાજે કહ્યું કે, ‘હું તેની બેટિંગનો પૂરો પૂરો આનંદ લઈ રહ્યો છું. ક્રિસ મેદાનની અંદર અને બહાર પણ મારો સારો મિત્ર છે અને વિશ્વનો ખતરનાક બેટ્સમેન પણ. હું તેના પ્રદર્શનની ઘણો ખુશ છું.’