શોધખોળ કરો
Advertisement
IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપર ઓવરના રોમાંચક મુકાબલામાં કોલકાતાને 3 રને હરાવીને મેચ જીતી લીધી હતી. આઈપીએલ સીઝન -12 નો આ પ્રથમ સુપર ઓવર મુકાબલો હતો. મેચ બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ આંદ્રે રસેલની વિકેટ લેનારા કાસિગો રબાડાના બોલને આઈપીએલનો સર્વશ્રેષ્ઠ બોલ ગણાવ્યો હતો.
સુપર ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને જીત માટે માત્ર 11 રનની જરૂર હતી. કેકેઆર તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રસેલને બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો, જે રબાડાની યોર્કર બોલ પર બોલ્ડ થયો હતો.
ગાંગુલીએ કહ્યું કે, સુપર ઓવરમાં રબાડાની બોલિંગમાં આંદ્રે રસેલ જે બોલ પર બોલ્ડ થયો તેને કદાચ આઇપીએલનો સર્વશ્રેષ્ઠ બોલ હતો. રસેલને આ પ્રકારની બોલિંગ કરવી અવિશ્વસનીય છે. આ ટીમને જીતની જરૂર હતી. ગત વર્ષે ટીમનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. આ એક યુવા ટીમ છે. આ પ્રકારની જીતથી આત્મવિશ્વાસ વધે છે. તેણે મમાત્ર એક રનથી સદી ચૂકી જનારા દિલ્હીના યુવા બેટ્સમેન પૃથ્વી શૉની પણ પ્રશંસા કરી હતી.Watching from dugout is more difficult: @SGanguly99 He erupted in joy when @DelhiCapitals crossed the final hurdle. The former India captain gives us a peek into the emotional roller coaster at the Kotla. By @Moulinparikh #DCvKKR Full Interview 📹 https://t.co/5cp8kJyKN5 pic.twitter.com/2iPRNHC1B5
— IndianPremierLeague (@IPL) March 31, 2019
A moment so beautiful, we could watch it again and again and again and again ➰#DCvKKR #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/1GC6LamU3t
— Delhi Capitals (@DelhiCapitals) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion