શોધખોળ કરો
IPL 2019નું નવું ગીત થયું રિલીઝ, યુવાઓની મજાક કરતા જોવા મળ્યા વિરાટ-ધોની-રોહિત

નવી દિલ્હીઃ આઈપીએલ 2019 23 માર્ચના રોજ શરૂ થવાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બુધવારે આઈપીએલે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં આઠેય ટીમના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં મુખ્ય રીતે ત્રણ ખેલાડીઓ સૌથી આગળ બતાવવામાં આવ્યા છે જેમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈના કેપ્ટન રોહિત શર્મા છે.
ભારતીય ક્રિકેટ ટીમના આ ત્રણ દિગ્ગજો યુવા ખેલાડીઓની મશ્કરી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની, વિરાટ, રોહિત શર્મા, અશ્વિન, રિષભ પંત જેવા સ્ટાર ખેલાડી જોવા મળે છે જે યુવાઓની મશ્કરી કરવાની તક છોડતા નથી. આ વખતે ગીતની ટેગલાઇન છે - ‘ગેમ બનાયેગા નેમ’. આ વીડિયો સાથે ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે - કાઉનડાઉન શરુ થઈ ગયું છે.8 teams, 1 motto - 1 trophy ????
The countdown to the 2019 #VIVOIPL begins ????⌛️???????? ARE YOU READY? pic.twitter.com/rk9h1gd8ng — IndianPremierLeague (@IPL) March 5, 2019
Launching the #VIVOIPL lyrical song Game Banayega Name. Check out behind the scene shoot and SING ALONG. #GameBanayegaName pic.twitter.com/4yZB1KqZTf
— IndianPremierLeague (@IPL) March 5, 2019
વધુ વાંચો



















