શોધખોળ કરો
Advertisement
IPL 2019: રાજસ્થાને મુંબઈને 5 વિકેટથી હરાવ્યું, સ્મિથના અણનમ 59 રન
રાજસ્થાનની જીતમાં સંજુ સેમસને 19 બોલમાં 35 અને રિયાન પ્રયાગે 29 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું
નવી દિલ્હીઃ મુંબઈએ રાજસ્થાનને મેચ જીતવા આપેલા 162 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી કેપ્ટન સ્ટિવ સ્મિથે અણનમ 59 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 19 બોલમાં 35 અને રિયાન પ્રયાગે 29 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી રાહુલ ચહરે 3 વિકેટ લીધી હતી.
IPL 2019ની 36મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઓપનર ક્વિન્ટન ડી કોકે 47 બોલમાં 65, હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શ્રેયલ ગોપાલે 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન આજે રાજસ્થાન રોયલ્સે વર્તમાન સીઝનમાં નબળા દેખાવના કારણે કેપ્ટન અજિંક્ય રહાણેની હકાલપટ્ટી કરીને તેના સ્થાને સ્ટિવ સ્મિથને નેતૃત્વ સોંપી દીધું હતું. બંને ટીમો આ પ્રમાણે છે.That's that from the SMS stadium as the @rajasthanroyals win by 5 wickets.#RRvMI pic.twitter.com/f6H7CnRlYt
— IndianPremierLeague (@IPL) April 20, 2019
A look at the Playing XI for #RRvMI https://t.co/CFf5MPcUBi pic.twitter.com/AtvTbzkdRT
— IndianPremierLeague (@IPL) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement