શોધખોળ કરો
Advertisement
IPL 2019: રાજસ્થાને મુંબઈને 4 વિકેટથી આપી હાર, બટલરના 89 રન
રાજસ્થાને પ્લે ઓફમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી ફરજિયાત હતી.
મુંબઈઃ મુંબઈએ મેચ જીતવા આપેલા 188 રનના લક્ષ્યાંકે રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રાજ્સ્થાન તરફથી ઓપનર અજિંક્ય રહાણે (21 બોલમાં 37 રન) અને જોસ બટલર (43 બોલમાં 89 રન) વચ્ચે પ્રથમ વિકેટની 60 રનની ભાગીદારી નોંધાઇ હતી.સંજુ સમને 26 બોલમાં 31 રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 34 રનમાં 3 વિકેટ તથા બુમરાહે 4 ઓવરના સ્પેલમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ટોસ હાર્યા બાદ વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્મા (32 બોલમાં 47 રન) અને ડી કોકે ( 52 બોલમાં રન 81) ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 11 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો હતો. જોફ્રા આર્ચરે 4 ઓવરના સ્પેલમાં 39 રન આપી 3 વિકેટ ઝડપી હતી.A thrilling final over and the @rajasthanroyals clinch this game. Win by 4 wickets against the #MumbaiIndians pic.twitter.com/r3pSiKL0BQ
— IndianPremierLeague (@IPL) April 13, 2019
રાજસ્થાને પ્લે ઓફમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી ફરજિયાત છે.મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજની મેચમાં પરત ફર્યો છે, જ્યારે રાજસ્થાને બેન સ્ટોક્સને પડતો મૂક્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
The @mipaltan post a formidable total of 187/5 on board, courtesy 81 from QDK, 47 from Rohit Sharma and a quick fire 28* from Hardik. Updates - https://t.co/doVBzy1WJe #MIvRR pic.twitter.com/QDStQ12el6 — IndianPremierLeague (@IPL) April 13, 2019
મુકાબલો નીહાળવા મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.Rohit Sharma is back in the squad for the @mipaltan. No Ben Stokes for the @rajasthanroyals #MIvRR pic.twitter.com/DatUnf1ANW
— IndianPremierLeague (@IPL) April 13, 2019
MIvRR: રોહિત શર્માએ બેટથી નહીં પણ પગથી બચાવી પોતાની વિકેટ, વીડિયો થયો વાયરલIt's a sea of blue here at the Wankhede as the kids look all geared up for this special game #ESAday #MumbaiIndians pic.twitter.com/IHI4JF5gnB
— IndianPremierLeague (@IPL) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement