શોધખોળ કરો
Advertisement
IPL 2020: યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને મુંબઈ ઈન્ડિયન્સે કર્યા બહાર
મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાંથી યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને બહાર કર્યા છે.
મુંબઈ: આઈપીએલ 2020 માટે તમામ ટીમોએ પોતાની ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાંથી યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને બહાર કર્યા છે. ચાર વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ગત વર્ષે જ યુવરાજ સિંહને એક કરોડની નીલામીમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન સારૂ નથી રહ્યું.
મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજની સાથે એવિન લુઈસ, એડમ મિલ્ને,જેસન બેહરનડૉર્ફ, બરિંદ સરાન, બેન કટિંગ અને પંકજ જાયસવાલને ટીમમાંથી બહાર કર્યા છે. તમામ ટીમોને ખેલાડીઓને બહાર કરવા માટે 15 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે પણ પોતાના પાંચ ખેલાડીઓને બહાર કર્યા છે. મુંબઈએ સાત ખેલાડીઓને બહાર કરી દેતાં તેની પાસે 13.05 કરોડ રૂપિયાનું પર્સ છે. તેની પાસે હવે કુલ સાત ખેલાડીઓની જગ્યા બચી છે. સાથે જ બે વિદેશી ક્રિકેટર્સને પણ લેવાની જગ્યા બચી છે. આ રકમથી મુંબઈ આગામી મહિને થનાર ઓક્શનમાં બે નવા ચેહરા ઉપર દાવ લગાવી શકે છે.Paltan, send us a ???? if you're happy with our retentions!#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/p3QksgkvbA
— Mumbai Indians (@mipaltan) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement