શોધખોળ કરો
Advertisement
IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત
જોફ્રા આર્ચરે 22 ફેબ્રુઆરી, 2013ના રોજ એખ ટ્વિટ કર્યુ હતું. જેમાં તેણે લખ્યું કે, જો તે બોલિંગ કરી રહ્યો હોય તો ક્રિસ ગેઈલને સદી પૂરી ન કરવા દે.
આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને અબુધાબીના મેદાનમાં સરળતાથી સાત વિકેટથી હરાવ્યું હતું પંજાબ તરફથી ક્રિસ ગેઈલે વિસ્ફોટક ઈનિંગ રમતા 63 બોલમાં 99 રન બનાવ્યા હતા. ગેઈલને ત્રીજી વખત નસીબનો સાથ ન મળ્યો અને જોફ્રા આર્ચરની બોલિંગમાં આઉટ થયો હતો. નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનેલા ગેઈલ આઉટ થયા બાદ ગુસ્સામાં હતો. આ દરમિયાન તેણે પોતાનું બેટિંગ મેદાનમાં જોરથી ઘા કર્યું હતું.
બોલર જોફ્રા આર્ચરે સંયમ રાખીને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પણ ક્રીઝ પરથી જઈ રહેલા ગેલ સાથે હાથ મિલાવીને તેને સાંત્વના આપી હતી/ ક્રિસ ગેઈલની આ વર્તનના કારણે મેચ રેફીને તેને દંડ ફટકાર્યો છે. ગેઈલે આઈપીએલ આચાર સંહિતા તોડવાનો દોષિત મળી આવ્યો છે. તેણે મેચ ફીના 10 ટકા રકમ દંડ ભરવો પડશે. 99 રન બનાવા છતા ગેઈલ તેણે સદી માને છે. પંજાબની મેચ ખત્મ થયા બાદે ગેઈલે કહ્યું તેની આ ઈનિંગ સદીથી ઓછી નથી. ગેઈલને આઉટ કર્યા બાદ જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થયું છે.
જોફ્રા આર્ચરે 22 ફેબ્રુઆરી, 2013ના રોજ એખ ટ્વિટ કર્યુ હતું. જેમાં તેણે લખ્યું કે, જો તે બોલિંગ કરી રહ્યો હોય તો ક્રિસ ગેઈલને સદી પૂરી ન કરવા દે. કઈંક આવું જ શુક્રવારે રાતે થયું હતું. મેચની 20મી ઓવરમા જોફ્રા આર્ચરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સ લગાવીને 99 રન પહોંચેલો ગેઈલ વળતા જ બોલ પર બોલ્ડ થયો હતો. આર્ચરે મેચમાં 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી.
આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે.
ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ લિસ્ટમાં બીજા નંબરે કેરન પોલાર્ડનું નામ છે અને પોલાર્ડના નામે ટી20માં 690 સિક્સ છે અને ગેઈલના નામે હજાર સિક્સ થઈ ગઈ છે. પોલાર્ડ ગેઈલથી ઘણો પાછળ છે, એવામાં આ રેકોર્ડ તોડવું અસંભવ માનવામાં આવી રહ્યું છે.
જામનગરમાં 15 વર્ષના છોકરાએ 9 વર્ષની સગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?
ગુજરાતના કયા 5 પોલીસ અધિકારીઓનું ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરશે સન્માન ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement