શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા 5 પોલીસ અધિકારીઓનું ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરશે સન્માન ? જાણો વિગત
ગૃહ મંત્રાલય દેશમાં આતંકી અને નક્સલ પ્રભાવિત એરિયામાં સ્પેશિયલ ઓપરેશન માટે આ એવોર્ડ આપે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે 2020ના ગૃહમંત્રી વિશેષ ઓપરેશન મેડલ માટે પોલીસકર્મીના નામની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે આ પદ માટે કુલ 39 પોલીસ અધિકારીઓની આ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના 5, દિલ્હીના 15, કરેળના 8, કર્ણાટકના 6 અને તમિલનાડુના 5 પોલીસ અધિકારીનું સન્માન કરાશે.
ગૃહ મંત્રાલય દેશમાં આતંકી અને નક્સલ પ્રભાવિત એરિયામાં સ્પેશિયલ ઓપરેશન માટે આ એવોર્ડ આપે છે. ગુજરાત પોલીસને અધિકારીઓને 8 જાન્યુઆરીના ઓપરેશન માટે મેડલ આપવામાં આવશે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી DIG હિમાંશુ શુકલ, SP ઇમ્તિયાઝ શેખ, Dy.sp કનુભાઇ પટેલ, ઇન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા, SI કેતન ભુવાને મેડલથી સન્માનવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement