શોધખોળ કરો
Advertisement
IPL 2020 MI vs SRH: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી આપી હાર, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યું ટોચ પર
મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2020 MI vs SRH: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 209ના રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 174 રન બનાવી શકતા મુંબઈ ઈન્ડિયન્સનો 34 રનથી વિજય થયો હતો. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં 5 મેચમાં 3 જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે 44 બોલમાં 60 રન, બેયરસ્ટોએ 15 બોલમાં 25 રન, મનીષ પાંડેએ 19 બોલમાં 30 રન બનાવ્યા હતા. તે સિવાયના કોઈ બેટ્સમેનો ટકી શક્યા નહોતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટ્રેન્ડ બોલ્ટે 2, બુમરાહે 2, પેટિનસને 2 વિકેટ લીધી હતી.
આ પહેલા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલે 2-2 વિકેટ લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત નબળી રહી હતી. 6 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. ડિકોકે 39 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા વડે 67 રન, સૂર્યકુમાર યાદવે 18 બોલમાં 6 ચોગ્ગા વડે 27 રન, ઈશાન કિશને 23 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 28 રન બનાવ્યા હતા. પોલાર્ડ 13 બોલમાં 3 છગ્ગા વડે 25 રન અને કૃણાલ પંડ્યા 4 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11:
ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સિદ્ધાર્થ કોલ અને ટી નટરાજન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement