શોધખોળ કરો
Advertisement
IPL 2020 CSK vs DC: રબાડાએ રચ્યો ઈતિહાસ, સૌથી ઓછી મેચ રમીને બનાવ્યો આ મોટો રેકોર્ડ
રબાડા આઈપીએલમાં સૌથી ઓછી મેચમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો.
IPL 2020 CSK vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 34મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.
દિલ્હી કેપિટલ્સના બોલર રબાડાએ ચેન્નઈના બેટ્સમેન ફાફ ડુપ્લેસિસને ધવનના હાથે કેચ આઉટ કરાવવાની સાથે જ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. રબાડા આઈપીએલમાં સૌથી ઓછી મેચમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. રબાડાએ આઈપીએલ કરિયરની 27મી મેચમાં જ આ સિદ્ધી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેણે સૌથી ઓછા બોલમાં 50 આઈપીએલ વિકેટ ઝડપાનો રેકોર્ડ બનાવ્યો હતો. રબાડાએ 616 બોલમાં આ કારનામું કર્યુ હતું.
સુનીલ નારાયણે 32 આઈપીએલ મેચમાં, મલિંગાએ 33 આઈપીએલ મેચમાં, ઈમરાન તાહિરે 35 આઈપીએલ મેચમાં, અમિત મિશ્રાએ 37 આઈપીએલ મેચમાં 50 વિકેટ ઝડપી હતી. બોલની દ્રષ્ટીએ આઈપીએલ કરિયરમાં બીજા ક્રમે રહેલા મલિંગાએ 749, સુનીલ નારાયણે 760 બોલ, ઈમરાન તાહિરે 766 બોલ અને માહિત શર્માએ 797 બોલમાં આ સિદ્ધી મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement