શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: ટુર્નામેન્ટ પહેલા જ કોહલીએ ખેલાડીઓને આપી ચેતવણી, જાણો શું કહ્યું
કોહલીએ ટ્વિટર પર આ બેઠકના વીડિયોમાં કહ્યું, હું ઈચ્છું કે દરેક બાયો બબલનું પાલન કરે અને કોઈ સમજૂતી ન કરે. મને લાગે છે કે આપણામાંથી કોઈ એકની ભૂલથી આખી ટુર્નામેન્ટ ખરાબ થઈ શકે છે.
નવી દિલ્હીઃ રોયલ ચેલેંજર બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ટીમની પહેલી વર્ચુઅલ મીટિંગમાં ખેલાડીઓને બાયો બબલમાં રહેવાની અપીલ કરતાં ચેતવણી આપી જણાવ્યું કે, એક ભૂલથી સમગ્ર ટુર્નામેન્ટ ખરાબ થઈ શકે છે. કોહલીએ મીટિંગમાં સાથી ખેલાડીઓને યુએઈમાં અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોનું કડક પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
કોહલીએ ટ્વિટર પર આ બેઠકના વીડિયોમાં કહ્યું, હું ઈચ્છું કે દરેક બાયો બબલનું પાલન કરે અને કોઈ સમજૂતી ન કરે. મને લાગે છે કે આપણામાંથી કોઈ એકની ભૂલથી આખી ટુર્નામેન્ટ ખરાબ થઈ શકે છે. હું ટીમના પ્રથમ અભ્યાસ સત્રમાં જવાની રાહ જોઈ રહ્યો છું. આપણી પાસે પહેલા દિવસથી જ એક સારી ટીમ બનાવવાનો મોકો છે.
RCBના ક્રિકેટ સંચાલનના ડાયરેક્ટર માઈક હેસન અને મુખ્ય કોચ સાઇમન કેટિચ પણ આ બેઠકમાં હાજર હતા. તેમણે કહ્યું, જે કોઈ ઉલ્લંઘન કરશે તેમની સામે કડક પગલા લેવામાં આવશે. આક્સ્મિક ઉલ્લંઘન માટે ખેલાડીને સાત દિવસ માટે આઈસોલેશનમાં મોકલી દેવામાં આવશે. જે બાદ રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ બાયો બબલમાં પરત ફરવા દેવામાં આવશે.
કોવિડ-19 મહામારીના કારણે આઈપીએલ 13 યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion