શોધખોળ કરો
Advertisement
IPLના આયોજનને લઈ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન, કહ્યું- દર્શકો વગર મેચ રમાડવી પણ છે વિકલ્પ
હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યું કે, આઈપીએલના આયોજનો વિકલ્પ ખુલ્લો હોવો જોઈએ.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે તમામ રમત ગમત પ્રવૃત્તિઓ બંધ છે. સ્પોર્ટ્સ જગતના તમામ ખેલાડીઓ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈ મોટું નિવેદન આપ્યું છે.
હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યું કે, આઈપીએલના આયોજનો વિકલ્પ ખુલ્લો હોવો જોઈએ. દર્શકો વગર મેચ રમવી અલગ પ્રકારનો અનુભવ રહેશે. આપણને આઈપીએલ દર્શકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં રમવાની આદત છે.
તેણે કહ્યું, હું રણજી ટ્રોફીમાં દર્શકો વગર રમ્યો છુ. જો દર્શકો વગર આઈપીએલ રમાય તો સારો વિકલ્પ હશે. તેનાથી ઘરમાં રહેલા લોકોને મનોરંજન તો મળશે. આ અવસર પર હાર્દિકની સાથે કૃણાલ પંડ્યા પણ હાજર હતો, જે પણે તેની વાત સાથે સહમત થયો હતો.
હાર્દિકને કોફી વિથ કરણ ટેલીવિઝન કાર્યક્રમમાં થયેલા વિવાદ પર પૂછવામાં આવતાં હળવા અંદાજમાં કહ્યું કે, કોફીનો કપ મોંઘો પડ્યો. તેણે કહ્યું, હું કોફી નથી પીતો, ગ્રીન ટી લઉ છું. મેં માત્ર એક વખત કોફી પીધી અને તે મારા માટે ખૂબ મોંઘી સાબિત થઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement