એબી ડીવિલિયર્સ આઉટ થતાં તેના દીકરાએ કરી એવી હરકત કે જોઈને ચોંકી જશો, જુઓ વીડિયો
આ મેચનો એક વીડિયો બહુજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એબી ડિવિલિયર્સના દીકરાની ચીયર કરતી હરકતો દેખાઇ રહી છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના યુએઇ તબક્કામાં આગળની મેચોની સાથે સાથે રોમાંચ પણ વધી રહ્યો છે. ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે કમર કસી રહી છે, અને જે તે ટીમોને સપોર્ટ કરવા માટે તેમનો પરિવાર અને ફેન્સ ચીયર કરી રહ્યો છે. સુપર સન્ડેમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીમો આમને સામને આવી હતી, જ્યાં આરસીબીની શાનદાર જીત થઇ હતી. આ મેચનો એક વીડિયો બહુજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એબી ડિવિલિયર્સના દીકરાની ચીયર કરતી હરકતો દેખાઇ રહી છે.
આરસીબી અને એમઆઇ વચ્ચે મેચ રમાઇ, જેમાં એબી ડીવિલિયર્સ (AB de Villiers)ની પત્ની ડેનિયલ ( Danielle) અને તેના બાળકો પણ સ્ટેડિયમાં બેસેલા દેખાયા હતા. જ્યારે એબી ડીવિલિયર્સ બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે તેના બાળકો અને પત્ની તેને તાલીઓ પાડીને ચીયર કરી રહી હતી. શાનદાર બેટિંગ કરી રહેલો એબી ડીવિલિયર્સ 17મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારી દીધો હતો. પરંતુ આ પછી બુમરાહે વાપસી કરી અને આ પૂર્વ સાઉથ આફ્રિકન બેટ્સમેનને સ્ટમ્પની પાછળ ક્વિન્ટૉન ડી કૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. કેચની સાથે જ એબી ડીવિલિયર્સ આઉટ થયો. એબી ડીવિલિયર્સની વિકેટ પડતાં જ સ્ટેડિયમમાં બેઠેલા તેનો દીકરો નિરાશ થઇ ગયો અને હાથ પછાડવા લાગ્યો હતો. પાપા એબી ડીવિલિયર્સને સસ્તામાં આઉટ થતાં જોઇને દીકરો ગુસ્સામાં આવી ગયો અને તેને જ્યાં બેઠો હતો તે ખુરસી પર મુક્કો માર્યો હતો, તેને ઇજા પણ પહોંચી હતી. તેના દીકરાનો વીડિય સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. એબી ડીવિલિયર્સ મેચમાં 6 બૉલમાં 11 રનની ઇનિંગ રમી હતી.
So quite abd son pic.twitter.com/AjKOljJzEU
— hitupatel (@PatelHitz) September 26, 2021