દરેક મેચમાં ધોનીનો સીએસકેના આ ખેલાડી સાથે થઇ જાય છે ઝઘડો, ખુદ ધોનીએ કર્યો ખુલાસો, જાણો કોણ છે તે ને કેમ થાય છે લડાઇ.....
આરસીબી વિરુદ્ધની મેચ બાદ ધોનીએ ખુલાસો કર્યો કે તેની હંમેશા બ્રાવો સાથે લડાઇ થતી રહે છે.
નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)એ શાહજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2021ની 35મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (આરસીબી)ને છ વિકેટે હરાવી દીધુ. સીએસકેએ આઇપીએલ 2021ના બીજા ફેઝમાં પહેલા વર્ષની વિજેતા ટીમ મુંબઇ ઇન્ડિયન્સને પણ માત આપી, પરંતુ આ મેચમાં એક ઘટના એવી ઘટી જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ.
બ્રાવો સાથે ઝઘડ્યો ધોની-
મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ બીજા ફેઝની પહેલી મેચમાં સીએસકેએ આસાનીથી જીત નોંધાવી લીધી, પરંતુ આ મેચમાં બીજી ઇનિંગ દરમિયાન મુંબઇના બેટ્સમેન સૌરવ તિવારીએ એક શૉટ ફટકાર્યો, જેને પકડવા માટે ધોની ભાગ્યો. તે સમયે કેચ લેવાની કોશિશ કરી રહેલા ધોનીના રસ્તામાં ડ્વેન બ્રાવો પણ આવી ગયો. જેના કારણે તે કેચ ધોનીના હાથમાંથી નીકળી ગયો અને તે બ્રાવો પર ગુસ્સે ભરાયો હતો, તેની સાથે ઝઘડી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
બ્રાવા સાથે થતી રહે છે વારંવાર લડાઇ-
કાલે આરસીબી વિરુદ્ધની મેચ બાદ ધોનીએ ખુલાસો કર્યો કે તેની હંમેશા બ્રાવો સાથે લડાઇ થતી રહે છે. તેને કહ્યું- હું તેને મારો ભાઇ માનુ છુ. દર વર્ષે મારી અને બ્રાવોની લડાઇ થાય છે કે તેને ધીમા બૉલ ફેંકવા જોઇએ કે નહીં.
તેને કહ્યું - મે તેને કહ્યું તુ સ્લૉ બૉલનો ઉપયોગ બેટ્સમેનોને ચકમો આપવા માટે કરી શકે છે. પરંતુ હવે દરેક વ્યક્તિ બ્રાવોના ધીમા બૉલને જાણી ગયુ છે. એટલે હું તેને 6 અલગ અલગ બૉલ ફેંકવા માટે કહુ છે, પછી તે યોર્કર હોય કે લેન્થ બૉલ. તેને એ બોલવા દઉં કે તેને આ વખતે ધીમો બૉલ ના ફેંક્યો. આના ભરમાવવુ કહે છે, તમારે બેટ્સમેનને દુવિદામાં નાંખવાનો હોય છે.
લીગ ટેબલમાં સીએસકે----
ધોનીની કેપ્ટનશીપ વાળી સીએસકે હાલના સમયમાં પૉઇન્ટ ટેબલમાં બીજા નંબરની ટૉપ ટીમ છે, સીએસકેએ આ સિઝનમાં 9 મેચ રનીને 14 પૉઇન્ટ હાંસલ કર્યા છે, અને આ ટીમ જલદી જ પ્લેઓફમાં ક્વૉલિફાઇ કરી લેશે. બીજા ફેઝમાં સીએસકેએ પોતાની બન્ને મેચો જીતી છે.