દિગ્ગજ સુનિલ ગાવસ્કરે IPL 2021માં કઇ ટીમને ચેમ્પિયન બનવાની કરી ભવિષ્યવાણી, જાણો કેમ
મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ઇશાન કિશાન, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહ ઉપરાંત એવા પ્લેયર છે, જે પોતાના દમ પર મેચ પલટી શકે છે. ગત વિજેતા મુંબઇએ પાંચ વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે, અને આ ટીમમાં ક્લાસ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે IPL 2021 માટે એક મોટો દાવો કર્યો છે. ગાવસ્કરનુ કહેવુ છે કે આ મુંબઇ ઇન્ડિયન્સ (MI)આ સિઝનમાં પણ આઇપીએલ લીગની ચેમ્પિયન બનશે. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) એકદમ મજબૂત દાવેદાર તરીકે દેખાઇ રહી છે. આ ટીમમાં કેટલાય એવા પ્લેયર્સ છે જે ભારતીય ટીમ માટે રમે છે, આવામાં સુનિલ ગાવસ્કરનુ માનવુ છે કે મુંબઇ ઇન્ડિયન્સને હરાવવી મુશ્કેલ બનશે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ઇશાન કિશાન, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહ ઉપરાંત એવા પ્લેયર છે, જે પોતાના દમ પર મેચ પલટી શકે છે. ગત વિજેતા મુંબઇએ પાંચ વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે, અને આ ટીમમાં ક્લાસ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે.
ગાવસ્કરે (Sunil Gavaskar)કહ્યું કે મારા ખ્યાલથી મુંબઇને હરાવવી મુશ્કેલ છે, અમે જોયુ છે કે તેમના ખેલાડીઓ ફોર્મમાં છે. ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પણ તાજેતરમાં જ બેસ્ટ બેટિંગ કરીને ચર્ચામાં આવ્યા છે. મુંબઇના (IPL 2021) ખેલાડીઓએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમીટેડ ઓવરોની સીરીઝમાં ભાગ લીધો હતો, જ્યાં તેમને સારુ ફોર્મ બતાવ્યુ હતુ. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) એકદમ મજબૂત દાવેદાર તરીકે દેખાઇ રહી છે. આ ટીમમાં કેટલાય એવા પ્લેયર્સ છે જે ભારતીય ટીમ માટે રમે છે, આવામાં સુનિલ ગાવસ્કરનુ માનવુ છે કે મુંબઇ ઇન્ડિયન્સને હરાવવી મુશ્કેલ બનશે.
બૉલિંગ વિભાગમાં મુંબઇની પાસે જ્યાં જસપ્રીત બુમરાહ અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બૉલ્ટ જેવા બૉલરો છે. વળી બેટિંગમાં રોહિત શર્મા જેવો બેટ્સમેન છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ માટે રાહતની વાત એ છે કે તેમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા બૉલિંગમાં પરત ફરી ચૂક્યો છે.
ગાવસ્કરે કહ્યું- હાર્દિકે જે રીતે વાપસી કરી છે, તે માત્ર મુંબઇ માટે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ છે. વળી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જૂનમાં રમાવવાની છે. જોકે આમાં હજુ સમય છે.