શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: આ સ્ટાર ખેલાડી બન્યો કિંગ્સ 11 પંજાબનો બેટિંગ કોચ
41 વર્ષના મહારાષ્ટ્રના આ ક્રિકેટર હાલમાં વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
નવી દિલ્હીઃ જાણીતા ઓપનર વસીમ જાફરને આઈપીએલ ટીમ કિંગ્સ 11 પંજાબે પોતાનો બેટિંગ કોચ બનાવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ આ વાતની જાહેરાત પોતાની વેબસાઈટ પર કીર છે જ્યાં જાફરના નવા પ્રોફાઈલ વિશે જાણકારી આપવામાં આવી છે. પૂર્વ ભારતીય ઓપરે આ ડીલ ત્યારે સાઈન કરી છે જ્યારે કિંગ્સ 11 પંજાબના કોચ અનિલ કુંબલેએ તેની સાથે વાત કરી.
વસીમ જાફરે કહ્યું કે, “કુંબલે મારી પાસે આવ્યા હતા. હું ગૌરવ અનુભવુ છું કે હું ભારત માટે તેની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો. મને કુંબલે પાસેથી ઘણું શીખવા મળ્યું. જોકે હાલમાં હું બાંગ્લાદેશને કોચિંગ આપી રહ્યો છું. પરંતુ મારા માટે આ તક ખૂબ જ શાનદાર ચે અને હું તેના માટે પૂરી રીતે તૈયાર છું.
41 વર્ષના મહારાષ્ટ્રના આ ક્રિકેટર હાલમાં વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. હાલમાં તે ક્રિકેટ નાગપુરમાં મેચ રમી રહ્યા હતા જ્યા ટીમ માટે 60 રન બનાવ્યા છે, જાફર પ્રથમ એવા ખેલાડી છે જે 150 રણજી મેચ રમી ચૂક્યા છે. ઉપરાંત તે પ્રથમ એવા ક્રિકેટર બનવા જઈ રહ્યા છે જે 20,000 રન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવી લેશે. આ ટાર્ગેટથી તે માત્ર 853 રન દૂર છે.
જાફરે વર્ષ 2008માં આઈપીએલમાં ભાગ લીધો હતો જ્યારે આરસીબીઈ તેને પોતાની ટીમ માટે ખરીદ્યા હતા પરંતુ તે વધારે કમાલ કરી ન શક્યા અને 6 મેચમાં માત્ર 115 રન જ બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ 19.16ની હતી. જાફરે કહ્યું કે, આઈપીએલ દરમિયાન તેણે અનેક ખેલાડીઓ સાથે શીખવાની તક મળી. જ્યારે અનેક યુવા ખેલાડીઓને પણ શીખવાડીને ખુશ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion